• Home
  • News
  • ટોપ એક્સપર્ટે જણાવ્યું- 20 લાખ કરોડના રાહત પેકેજમાં ગુજરાતને શું મળ્યું?
post

ઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો હિસ્સો 22 ટકાથી વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 08:37:42

અમદાવાદ: કેન્દ્ર સરકારના 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત રાહત પેકેજથી લધુ અને મધ્યમ ઉદ્યોગો-એમએસએમઇ સેક્ટરને બૂસ્ટરડોઝ મળી જશે. ખાસ કરીને એમએસએમઇ સેક્ટરને 3 લાખ કરોડની લોન ફાળવણીની જાહેરાતથી ગુજરાતને વધુ લાભ થવાની આશા છે. દેશમાં કુલ 45 લાખ પૈકી 10 ટકાથી વધુ એમએસએમઇ ગુજરાતમાં છે જેના કારણે ગુજરાતને સરેરાશ 65000-70000 કરોડનો ફાયદો થવાનો આશાવાદ ટોચના ઉદ્યોગ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સૌથી વધુ ફાયદો એમએસએમઇની વ્યાખ્યા બદલવામાં આવી છે તેનાથી થશે. મોટા ભાગના ઉદ્યોગો રાહત પેકેજમાં આવરી લેવાશે. 

ગેરેન્ટી ફ્રી લોન 4 વર્ષ માટે હશે
ગુજરાતના પાયાના સેક્ટર ગણાતાં રિયલ એસ્ટેટ, ફાર્મા, કેમિકલ્સ, ટેક્સટાઇલ-ગારમેન્ટ, એનબીએફસી, હોસ્પિટાલિટી સહિત ઉત્પાદન સેક્ટર તેમજ ખેડૂતોને સીધો લાભ થશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો-એમએસએમઇ સેક્ટરને લોન ફાળવણી કરાઇ છે જેમાં ગેરેન્ટી ફ્રી લોન 4 વર્ષ માટે હશે અને પ્રથમ વર્ષે પ્રિન્સિપલ રકમ ચૂકવવી પડશે નહિ. જેના કારણે ઉદ્યોગોને એક વર્ષ સુધી નાણાંભીડનો સામનો નહીં કરવો પડે.ગુજરાતમાં ઉદ્યોગો કોરોના મહામારીના કારણે વેન્ટિલેટર પર હતા ત્યારે બુસ્ટર ડોઝ મળી જવાના કારણે ઝડપી રિકવર થઇ શકશે.


ગુજરાતના ફાર્મા, કૃષિ-ખેડૂતો, ટેક્સટાઇલ, હોસ્પિટાલિટી, NBFC સેક્ટરને થશે ફાયદો

સેક્ટર

કેન્દ્ર  સરકારે શું આપ્યું    

   ગુજરાતને શું ફાયદો

એમએસએમઇ

રૂ. 3 લાખની કોલેટરલ ફ્રી લોન, રૂ. 100 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીને રૂ. 25 કરોડ સુધી લોન મળશે

દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત એમએસએમઇનો 20-22 ટકા હિસ્સો જોતાં રૂ. 70 હજાર કરોડનો ફાયદો થઇ શકે.

એનબીએફસી

75 હજાર કરોડનું પેકેજ તેમાં 30 હજાર કરોડ નોન-ગેરંટી લોન અને 45 હજાર પાર્શિયલ ગેરન્ટી લોન

ગુજરાતની 10-12 એનબીએફસીને ફાયદો, વ્હીકલ, પર્સનલ, કોર્પોરેટ લોન આપી શકશે

રિયલ એસ્ટેટ

રેરા હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા વઘારાઇ

વ્યાજ, GST, અને સ્ટેમ્પ ડ્યુટીમાં ઘર ખરીદારનારને રાહત અપાય તો રૂપિયા 1.80 લાખ કરોડના પ્રોજેક્ટને ગતિ મળી શકે.

ફાર્માસ્યુટિકલ્સ

એમએસએમઇને આપેલા ફાયદાઓનો લાભ નાની  ફાર્મા કંપનીઓને થશે, કોરોના ઈમ્પૅક્ટ 25 થી 30 ટકાના સ્થાને 70 થી 80 ટકા ઉત્પાદન થઇ શકશે.

કંપનીઓ વિદેશી ઓડિટમાં ખર્ચાઓના કારણે NPA થઇ હતી તે કંપનીઓ હવે લોનની હકદાર બનશે. 800 કંપનીઓને રાહત થશે.

ટેક્સટાઇલ- ગાર્મેન્ટ

એમએસએમઇને અપાયેલા લાભનો ફાયદો આ સેક્ટરને પણ થશે. રોજગારી જાળવવામાં મદદ મળી રહેશે.

સરળ ધિરાણ મળતાં નાણાખેંચમાંથી બહાર આવી નવો વેપાર થશે. ગુજરાતને સૌથી વધુ ફાયદો થશે.

ઓટોમોબાઇલ

 રૂ. 20 લાખ કરોડના પેકેજની જાહેરાતમાં સીધો લાભ નહિં,  ઓટો સેક્ટરને સ્પેશિયલ પેકેજ આપવામાં ઉદાસીનતા

ગુજરાતમાં ઓટો ડિલસ કે સંબંધિત ઉદ્યોગ- ધંધા એમએસએમઇ ગણાતા નથી. તેના કારણે તેનો સીધો લાભ નહિં.

હોસ્પિટાલિટી

હોટલ, ટૂરિઝમ અને રેસ્ટોરન્ટ્સને કોલેટરલ ફ્રી ધિરાણનો લાભ મળશે. જોકે સર્વિસ સેક્ટરની જાહેરાતો હજુ બાકી

ગુજરાતના હોસ્પિટાલિટી ઉત્પાદન કરતું નહિં હોવાથી સીધો લાભ નથી. સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે અલગ પેકેજનો આશાવાદ છે.

કર્મચારીઓ

નાના પગાર દાર જેમકે રૂ.15000થી ઓછા પગારમાં ઇપીએફ સરકાર આપશે. પીએફ ફંડમાંથી પણ નાણાં ઉપાડી શકાશે

કમર્ચારીઓની ટેક હોમ સેલરીમાં બે ટકા વધારો થશે તેના કારણે કર્મચારીઓની ખર્ચ ક્ષમતામાં પણ વધારો થશે, લિક્વિડિટી વધશે.

એગ્રી-ખેડૂતો

 પીએમ કિસાન યોજના- ઉજ્જવલા- ફસલ વીમાને પેકેજમાં મોટા ભાગના ખેડૂતોને આવરી લેવાયા

ગુજરાતના અંદાજે 50 લાખ ખેડૂતોને વાર્ષિક 6 હજાર લેખે રૂ. ત્રણ હજાર કરોડ બેન્ક ખાતામાં સીધા જમા કરાવાશે

એક્સપર્ટનો મત

·         ક્રેડાઇ નેશનલના ચેરમેન જક્ષય શાહના જણાવ્યા અનુસાર રિયલ એસ્ટેટ સેક્ટર માટે ફિસ્કલ સ્ટિમ્યુલસની ગેરહાજરી વર્તાય છે. રેરા હેઠળ પ્રોજેક્ટ અમલીકરણ માટે વધુ છ માસ લંબાવવાની વાત રાહતરૂપ છે. લિક્વિડિટીમાં સુધારો કરાય તે જરૂરી છે.  

·         માસ ફાઇનાન્સિયલ સર્વિસિસ એમડી કમલેશ ગાંધીએ કહ્યું કે, રૂ. 30 હજાર કરોડની નોન ગેરંટી લોન્સ અને રૂ. 45 હજાર કરોડની પાર્શિયલ ક્રેડિટ ગેરંટી લોન્સ માટેની ફાળવણીથી NBFC, HFC અને MFI સેક્ટરને ખાસ્સી રાહત થશે. 

·         ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું કે, ગુજરાત નાના ઉદ્યોગોને ઉગારવા માટે સરકારે એમએસએમઇની વ્યાખ્યામાં બદલાવ કર્યો છે જે આવકારદાયક છે. માઈક્રો ઈન્ડસ્ટ્રી માટે 25 લાખથી વધારીને રોકાણ 1 કરોડ કરવામાં આવ્યું. સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે 10 લાખ કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડ સુધીનો કારોબારને મંજૂરી આપતા ફાયદો થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post