• Home
  • News
  • અમદાવાદમાં કુલ 10,000 દર્દીઓ રિકવર, ગુજરાતમાં કોરોનાના કુલ દર્દી 20097, 24 કલાકમાં 30 મોત
post

કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો, 480 નવા કેસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 10:11:31

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા નોંધાયેલા કેસની ગતિ છેલ્લાં ત્રણ દિવસ કરતાં થોડી ધીમી પડી છે અને લગભગ વીસેક ઓછા કેસ નોંધાયા છે. થોડો હાંશકારો બતાવે તેવો આ આંક રવિવારે 480નો રહ્યો અને આ સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ દર્દીઓનો આંક 20,097 પર પહોંચ્યો છે. હવે અમદાવાદમાં કોરોનાથી મોતનો આંકડો 1000 થઇ ગયો છે. સારી વાત એ છે કે સાજા થનારાની સંખ્યા પણ 10,000ની નજીક છે. આ 1000 પણ છે અને 10,000 પણ. આ દર્દ પણ છે અને હિંમત પણ. આ દુખની ઘડી પણ છે અને જુસ્સાની ક્ષણ પણ. 


ગુજરાતમાં કુલ મૃતકાંક 1,249 પર પહોંચ્યો
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 30 લોકોના મૃત્યુ થયાં છે અને આ સાથે કુલ મૃતકાંક 1,249 પર પહોંચ્યો છે. રવિવારે અમદાવાદમાં 21, સૂરતમાં 2 તથા બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટમાં એક-એક દર્દીઓના મોત નોંધાયા છે. ગુજરાતમાં મૃત્યુદર ભારતમાં સૌથી વધુ 6.21 ટકા છે. હાલ ગુજરાતમાં 67 દર્દીઓની હાલત ગંભીર છે. આ તરફ રાજ્યમાંથી કુલ 310 દર્દીઓને રવિવારે ડિસ્ચાર્જ અપાયો હતો અને આ સાથે કુલ 13,643 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે.હાલ ગુજરાતમાં સાજા થનારા દર્દીઓનું પ્રમાણ 70 ટકા નજીક છે.

adv

Related News

post
post
post
post
post
post
post