• Home
  • News
  • છેલ્લા 12 કલાકમાં અમદાવાદ કરતા સુરતમાં કેસો વધ્યા, 127 નવા કેસ સાથે કુલ પોઝિટિવ દર્દી 2066, રાજ્યના 27 જિલ્લા કોરોનાની ઝપેટમાં
post

સારવાર બાદ રાજ્યમાંથી કુલ 131 લોકો કોરોના વિનર, ચેપ લાગ્યો તે પછી સાજા થઈ ઘરે ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 11:44:45

ગાંધીનગર: રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીના નવા 127 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2066 થઇ છે. જ્યારે વધુ 6 લોકોના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 77એ પહોંચ્યો છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં અમદાવાદ કરતા સુરતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા પોઝિટિવ કેસો અંગે માહિતી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, સુરતમાં 69, અમદાવાદમાં 50 કેસ નોઁધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 2, અરવલ્લી, ગીર-સોમનાથ, તાપી અને ખેડામાં 1-1 અને વલસાડમાં 2 કેસ નોઁધાયા છે. તાપી અને વલસાડ નવા જિલ્લા સાથે રાજ્યના 27 જિલ્લાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 3339 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 215 પોઝિટિવ અને 3124 નેગેટિવ આવ્યા છે.

21 એપ્રિલની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
>>
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ અને છૂટછાટ મળતા હાઈવ પર વાહનોની લાંબી કતારો જોવા મળી
>>
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ભાવનગરમાં અંગ શીપ બ્રેકિંગ યાર્ડની કામગીરી શરૂ
>>
મહેસાણા જિલ્લામાં 6 માર્કેટિંગ યાર્ડ શરૂ, ઉંઝા માર્કેટ યાર્ડ બંધ રહેશે

કુલ દર્દી 2066, 77ના મોત અને 131 ડિસ્ચાર્જ

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

1298

43

49

વડોદરા

188

07

08

સુરત  

338

10

11

રાજકોટ 

40

00

09

ભાવનગર

32

05

16

આણંદ

28

02

03

ભરૂચ 

23

01

02

ગાંધીનગર 

17

02

10

પાટણ

15

01

11

નર્મદા

12

00

00

પંચમહાલ 

11

02

00

બનાસકાંઠા

10

00

01

છોટાઉદેપુર

07

00

01

કચ્છ

06

01

00

મહેસાણા

06

00

00

બોટાદ

05

01

00

પોરબંદર

03

00

03

દાહોદ 

03

00

00

ખેડા 

03

00

00

ગીર-સોમનાથ

03

00

01

જામનગર

01

01

00

મોરબી 

01

00

00

સાબરકાંઠા

02

00

01

મહીસાગર

03

00

00

અરવલ્લી 

08

01

00

તાપી

01

00

00

વલસાડ

02

00

00

કુલ

2066

77

131