• Home
  • News
  • 6 દેશોમાં ટ્રેકિંગ, FBIનું સિક્રેટ ઇનપુટ:મેક્સિકોમાં આ રીતે ઝડપાઈ ગયો ગેંગસ્ટર દીપક બોક્સર; અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો હતો ત્યાં દિલ્હી પોલીસે દબોચી લીધો
post

પોલીસે દીપક બોક્સરના સગાંવહાલાં, મિત્રો, સાથીઓની આકરી પૂછપરછ કરી ને અંતે દીપક બોક્સરનો નકલી પાસપોર્ટ બનાવનાર ઝડપાયો

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-05 18:34:25

આખરે પંજાબના ગેંગસ્ટર દીપક બોક્સરને મેક્સિકોમાંથી દબોચીને ભારત લઈ આવવામાં આવ્યો છે. કોણ છે દીપક બોક્સર, મેક્સિકોમાં કેવી રીતે ભારતની પોલીસ. શું રહી ઇન્ટલિજન્સની ભૂમિકા. આ તમામ બાબતો અમે તમને જણાવીશું... પંજાબનો ગેંગસ્ટર દીપક બોક્સર મેક્સિકોમાં છુપાયો હોવાની બાતમી તો દિલ્હી પોલીસ પાસે હતી પણ પોલીસને એ જાણવા મળ્યું કે, તે મેક્સિકોથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરે છે એટલે તાત્કાલિક એક્શન લઈને ચેઝ કરીને ઝડપી લેવાયો. દિલ્હી પોલીસે વિદેશ જઈને કોઈ ગેંગસ્ટરને ઝડપ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. દીપક બોક્સર પર ત્રણ લાખ રૂપિયાનું ઈનામ હતું.

ગેંગસ્ટર કોલકત્તાથી મેક્સિકો પહોંચી ગયો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના કમિશનર એજીએસ ધાલીવાલે કહ્યું કે કેટલાય રસ્તે થઈને દીપક મેક્સિકો પહોંચી ગયો હતો. મેક્સિકોથી તે અમેરિકા ભાગી જવાની ફિરાકમાં હતો પણ અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈએ ફેલાવેલી જાળમાં તે ફસાઈ ગયો.

જાન્યુઆરીમાં જ ઇનપુટ મળ્યા હતા કે દીપકે રવિ અંટિલના નામથી નકલી પાસપોર્ટ બનાવ્યો. આ પાસપોર્ટ બરેલીમાં બનાવ્યો હતો. એ પછી તે કોલકત્તા પહોંચ્યો અને ત્યાંથી દુબઈ ગયો. ધાલીવાલે કહ્યું કે, દુબઈ થઈને તે અલમાટી, કઝાકિસ્તાન અને ત્યાંથી તુર્કી પહોંચ્યો. તુર્કીથી સ્પેન ગયો. તે ફરતાં ફરતાં મેક્સિકો પહોંચી ગયો.

આવી રીતે ઝડપાયો દીપક બોક્સર
સ્પેશિયલ સેલના કમિશનર એજીએસ ધાલીવાલે કહ્યું કે, પોલીસ બોક્સરને સતત ટ્રેક કરતી હતી. તેમના સાથીઓને પકડી-પકડીને પૂછ્યું અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી જાણ્યું કે દીપક બોક્સર મેક્સિકોના કેનકન શહેરમાં છે. આ શહેર માનવ તસ્કરી અને ડ્રગ માફિયા માટે બદનામ છે. દીપક એટલા માટે મેક્સિકોના કેનકનમાં ગયો, કારણ કે તે માનવ તસ્કરોની મદદથી અમેરિકામાં ઘૂસવા માગતો હતો. અમેરિકામાં પહેલેથી જ તેના ઘણા સાથીઓ છે. અમેરિકામાં બેઠાં બેઠાં દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગેંગ ચલાવવા માગતો હતો. 6 દેશનું ટ્રેકિંગ મેળવ્યું. એફબીઆઈએ ઇમ્પોર્ટન્ટ ઇનપુટ આપ્યા અને પોલીસ મેક્સિકો પહોંચી. તેની ધરપકડ કરી તેને ઇસ્તમ્બુલ થઈને દિલ્હી લાવવામાં આવ્યો છે.

પોલીસે દીપક બોક્સરના સગાંવહાલાં, મિત્રો, સાથીઓની આકરી પૂછપરછ કરી ને અંતે દીપક બોક્સરનો નકલી પાસપોર્ટ બનાવનાર ઝડપાયો. દીપક બોક્સરે કોલકત્તાથી મેક્સિકો પહોંચવા માટે 40 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેને પૈસા માટે તેના કઝીન સંદીપે મદદ કરી.

દીપક બોક્સર કેમ વોન્ટેડ હતો
દીપક બોક્સર ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓમાંનો એક છે. ભારતમાં તેની સામે પાંચ વર્ષમાં મર્ડર અને ખંડણી જેવા 10 કેસ થયા છે. ગયા વર્ષે દીપક બોક્સરે દિલ્હીના બુરાડી વિસ્તારમાં બિલ્ડર અમીત ગુપ્તાની ગોળી મારીને હત્યા કરી હતી. આની જવાબદારી દીપકે લીધી હતી. તેણે દાવો કર્યો હતો કે બિલ્ડર અમીત ગુપ્તા ટિલ્લુ ગેંગને મદદ કરતો હતો.

કોણ છે દીપક બોક્સર?
દીપક બોક્સર હરિયાણાના સોનીપત જિલ્લાના ગન્નૌર ગામનો વતની છે. સાત વર્ષ પહેલાં તે ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે ગોગી ગેંગના સૂત્રધાર જિતેન્દ્ર માન ઉર્ફે ગોગીને ગોળી મારી હતી. સપ્ટેમ્બર 2021માં રોહિણી કોર્ટ કોમ્પલેક્સમાં બે લોકોને ગોળી ઘરબી દીઘી હતી. એ પછી દીપક બોક્સર ગોગી ગેંગનો 'ભાઈ' બની ગયો. બે વર્ષ પહેલાં જીટીબી હોસ્પિટલમાં પોલીસ પર હુમલો થયો હતો. તેમાં પણ દીપક સામેલ હતો. આ હુમલામાં વોન્ટેડ અપરાધી ફજ્જા ભાગી ગયો હતો. 2021માં એન્કાઉન્ટરમાં ફજ્જા માર્યો ગયો. પંજાબમાં પોતાની ધાક જમાવીને દીપક દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ખંડણી ઉઘરાવીને રાજ કરવા માગતો હતો પણ દિલ્હી પોલીસની ભીંસ વધતાં તે મેક્સિકો ભાગી ગયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post