• Home
  • News
  • ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બાહિષ્કાર / વેપારીઓ 40 હજાર કરોડની ચીનની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવશે, ગણેશ ચતુર્થી પર માટીની પ્રતિમાઓની પૂજા થશે
post

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAT) ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ભારતીય સામાન, હમારા અભિમાન ચલાવી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:11:51

મુંબઈ: કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAT) ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ભારતીય સામાન, હમારા અભિમાનચલાવી રહ્યું છે. આ અંતર્ગત કેટે અગામી તહેવારી સિઝનમાં ચીનની વસ્તુઓની જગ્યાએ ભારતીય સામાન વાપરવાની અપીલ કરી છે.

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે હવેથી લઈને દિવાળી સુધી દેશમાં તહેવારી સિઝન છે. આ સિઝનમાં ચીનમાંથી આયાત કરવામાં આવેલો લગભગ 35થી 40 હજાર કરોડ રૂપિયાનો સામાન વેચાય છે. તેમાં ભગવાનની મૂર્તિઓ, અગરબતી, રમકડા, ઈલેક્ટ્રોનિક્સ, ફટાકડા અને દીવા સહિત ઘણા પ્રકારનો સામાન સામેલ છે.

CAT બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ
આ વર્ષે દેશના વેપારીઓએ નક્કી કર્યું છે કે તેઓ આ વર્ષે ચીનનો સામના વેચશે નહિ. વેપારીઓ પોતાના જ દેશમાં જ બનેલો સામાન વેચીને ચીનને 40 હજાક કરોડ રૂપિયાનો ઝટકો આપશે. આ ક્રમમાં ગણેશ ચતુર્થી નવા અંદાજમાં ઉજવવા માટે કેટ ભગવાન ગણેશની નાની-નાની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવડાવી રહ્યું છે. કેટે કેટલીક તસ્વીરો પણ બહાર પાડી છે. ગજાનંદની આ પ્રતિમાઓ માટી, ખાતર અને છાણમાંથી બનેલી છે. કેટે આ પ્રતિમાઓને પર્યાવરણ મિત્ર ગણેશજીનામ આપ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post