• Home
  • News
  • બોટાદ રેલવે સ્ટેશને આગની લપેટમાં ટ્રેન:પ્લેટફોર્મ નંબર 7 પર ઊભેલી બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનમાં વિકરાળ આગ; એકસામટા 3 ડબ્બા આગમાં બળીને ખાખ
post

ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 18:55:48

બોટાદ: બોટાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં આગ લાગી છે. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે 6 વાગે ઊપડે છે. ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે એકાએક વિકરાળ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર ટીમને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 3 ડબ્બામાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.

ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post