• Home
  • News
  • નેતાઓમાં સંક્રમણ વધ્યું:વેક્સિન લીધાના 16 દિવસ બાદ વડોદરાના ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પૂર્વ મહિલા કાઉન્સિલરનું કોરોનાથી મૃત્યું
post

વડોદરામાં શિવરાત્રિના રોજ નીકળેલી શિવજી કી સવારી બાદ ભાજપના નેતાઓ સતત પોઝિટિવ આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-20 16:43:56

વડોદરા શહેરમાં શિવરાત્રિના રોજ નીકળેલી શિવજી કી સવારી બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરો, કોર્પોરેટરો, ધારાસભ્ય અને સાંસદથી લઇને સંગઠનના​ નેતાઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે 4 માર્ચના રોજ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને 16 દિવસ બાદ આજે રંજનબેન ભટ્ટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વિટ કરી હતી કે, મને પ્રાથમિક લક્ષણો જણાતા ગઇકાલે મેં RTPCR ટેસ્ટ કરાવ્યો હતો, જે આજે પોઝિટિવ આવ્યો છે. જે માટે હું સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ થયેલી છું. મારી સાથે ગત દિવસોમાં સંપર્કમાં આવેલા દરેકને વિનંતી છે કે, તેઓે પોતાનો ટેસ્ટ કરાવે.

ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલર શકુંતલાબેન શિંદેનું મૃત્યું
બીજી તરફ વડોદરા શહેરના વોર્ડ નં-18ના ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલર શકુંતલાબેન શિંદેનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યું થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જેને પગલે વડોદરા શહેર ભાજપ અને તેમના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા) કોરોના સંક્રમિત થયા
આ ઉપરાંત વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા) કોરોના સંક્રમિત થયા છે, તેઓએ સોશિયલ મીડિયા પર આજે સવારે જાણ કરી હતી અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.

મહિલા કોર્પોરેટર અને તેમના પતિ કોરોના સંક્રમિત
વોર્ડ નં-11ના મહિલા કોર્પોરેટર મહાલક્ષ્મી શેટિયાર અને તેમના પતિ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત વીએમસીના દંડક ચિરાગ બારોટના માતા, પુત્ર અને પુત્રવધૂ કોરોનાની ચપેટમાં આવ્યા છે અને પૂર્વ કાઉન્સિલર ગોપી તલાટી પણ સંક્રમિત થયા છે.

વડોદરામાં શિવરાત્રિના રોજ નીકળેલી શિવજી કી સવારી બાદ પોઝિટિવ આવેલા નેતાઓની યાદી
1.
શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ મેયર
2.
મીનાબેન ચૌહાણ, કોર્પોરેટર
3.
જાગૃતિ કાકા, કોર્પોરેટર
4.
શૈલષ મહેતા(સોટ્ટા), ધારાસભ્ય
5.
મહાલક્ષ્મી શેટિયાર, કોર્પોરેટર
6.
રંજનબેન ભટ્ટ, સાંસદ
7.
ગોપી તલાટી, પૂર્વ કોર્પોરેટર

આ અગાઉ કોરોના સંક્રમિત થયેલા ધારાસભ્યો અને મંત્રી

નામ

હોદ્દો

કેશુભાઈ પટેલ

પૂર્વ મુખ્યમંત્રી

હર્ષ સંઘવી

ધારાસભ્ય

બાબુભાઈ પટેલ

ધારાસભ્ય

કિશોર ચૌહાણ

ધારાસભ્ય

નિમાબહેન આચાર્ય

ધારાસભ્ય

બલરામ થાવાણી

ધારાસભ્ય

પૂર્ણેશ મોદી

ધારાસભ્ય

જગદીશ પંચાલ

ધારાસભ્ય

કેતન ઈનામદાર

ધારાસભ્ય

વી.ડી. ઝાલાવાડિયા

ધારાસભ્ય

રમણ પાટકર

રાજ્યકક્ષાના મંત્રી

પ્રવીણ ઘોઘારી

ધારાસભ્ય

મધુ શ્રીવાસ્તવ

ધારાસભ્ય

ધર્મેન્દ્રસિંહ જાડેજા

રાજ્યકક્ષાના મંત્રી

ગોવિંદ પટેલ

ધારાસભ્ય

અરવિંદ રૈયાણી

ધારાસભ્ય

રાઘવજી પટેલ

ધારાસભ્ય

જયેશ રાદડિયા

કેબિનેટ મંત્રી

બીનાબહેન આચાર્ય

મેયર, રાજકોટ

દિનેશ મકવાણા

(ડેપ્યુટી મેયર, અમદાવાદ

અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી

ડો.કિરીટ સોલંકી

સંસદ સભ્ય

રમેશ ધડુક

સંસદ સભ્ય

હસમુખ પટેલ

સંસદ સભ્ય

અભય ભારદ્વાજ

સંસદ સભ્ય

આ અગાઉ કોરોના સંક્રમિત થયેલા સંગઠનના હોદ્દેદારો

નામ

હોદ્દો

સી.આર.પાટીલ

પ્રદેશ પ્રમુખ

ભરત પંડ્યા

પ્રદેશ પ્રવક્તા

પ્રદીપસિંહ વાઘેલા

પ્રદેશ મંત્રી

પરેશ પટેલ

પ્રદેશ કાર્યાલય મંત્રી

મોના રાવલ

મહિલા મોરચાના કાર્યાલય મંત્રી

જગદીશ મકવાણા

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી

સત્યદીપસિંહ પરમાર

સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી

દિલીપ પટેલ

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ

 

adv

Related News

post
post
post
post
post
post
post