• Home
  • News
  • પરિવહન પ્રધાન ગડકરીએ કહ્યું- પબ્લિક ટ્રાન્સપોર્ટ ટૂંક સમયમાં ગાઈડલાઈન્સ સાથે શરૂ થશે
post

કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યું- સરકાર ગાઈડલાઈન્સ તૈયાર કરવાની દિશામાં કામ કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 08:53:58

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે વિડિયો કેન્ફરન્સિંગ મારફતે બસ અને કાર ઓપરેટર્સ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ગાઈડલાઈન્સ સાથે ટૂંક સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સરકાર આ દિશામાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર એવી ગાઈડલાઈન્સ તૈયાર કરી રહી છે કે જેના આધારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકાય.

તેમણે કહ્યું કે સરકાર એવી ગાઈડલાઈન્સ તૈયાર કરી રહી છે કે જેના આધાર પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકાય. આ દરમિયાન એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે ભરવામાં આવેલા પગાલનું ઉલ્લંઘન ન થાય.

ગડકરીએ કહ્યું- પ્રજા વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાનો રહેશે


ગડકરીએ કહ્યું કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખોલવા માટે પ્રજા વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાનો છે. આ સાથે આપણે સાવધાની રાખવાની રહેશે કે આ સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય. સુરક્ષાના તમામ વિકલ્પ સુનિશ્ચિત કરવાની રહેશે. જેમ કે હાથ ધોવા, સેનિટાઈઝેશન, ફેસ માસ્ક વગેરેનો ઉપયોગ.

સરકાર ઈન્ડસ્ટ્રીઝની મદદ માટે સંપૂર્ણપણે તૈયારઃ ગડકરી

ફેડરેશનના સભ્યોને સરકાર પાસે પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝ માટે બેલઆઉટ પેકેજની માંગ કરી છે. આ અંગે ગડકરીએ કહ્યું કે સરકાર ઈન્ડસ્ટ્રીઝન મુશ્કેલીને દૂર કરવા માટે સરકાર સંપૂર્ણપણે સહયોગ કરશે.

ગડકરીએ કહ્યું- ભારતીય અર્થતંત્રને ગતિ આપવા માટેની આ તક

ગડકરીએ કહ્યું કે કોરોના વાઈરસની મહામારીને લીધે અર્થતંત્રને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. પણ તેને એક તરીકે જોવી જોઈએ. કોઈ પણ ચીન સાથે ડીલ કરવા માંગતુ નથી. જાપાનના પ્રધાનમંત્રીએ રોકાણ કરવા માટે તકો આપી છે. આ સંજોગોમાં ભારતીય અર્થતંત્રને ગતિ આપવા માટેની આ તક છે.


પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લંડન મોડેલ અપનાવવા માટે વિચારણા-ગડકરી

ગડકરીએ કહ્યું કે મંત્રાલય પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે લંડન મોડેલ અપનાવવા અંગે વિચારણા કરી રહ્યું છે.ત્યાં સરકાર તરફથી ખૂબ જ ઓછું રોકાણ થાય છે જ્યારે ખાનગી રોકાણને ઉત્તેજન આપવામાં આવે છે. આપણે ત્યાં ટ્રક અને બસની બોડી 5 વર્ષમાં નકામી થઈ જાય છે જ્યારે યુરોપમાં 15 વર્ષ સુધી ચાલે છે. આ દિશામાં વિચાર કરવામાં આવવો જોઈએ.

ગડકરીએ કહ્યું- ઈન્સ્યોરન્સ સેક્ટરે મદદ માટે આગળ આવવું જોઈએ

ગડકરીએ કહ્યું-આ સ્થિતિમાં ઈન્સ્યોરન્સ સેક્ટરે મદદ માટે આગળ આવવું જોઈએ. લોકડાઉન સમયે એક્સિડેન્ટ ઓછા થયા છે. આ બાબત તેમના માટે મદદરૂપ સાબિત થઈ છે. અનેક હાઈવ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post