• Home
  • News
  • વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે
post

મોદીએ ગુરુવારે કહ્યું- કોરોના સંકટમાં પંચાયતી રાજ વ્યવસ્થાના વીર યોદ્ધા મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-24 12:15:29

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે દેશના તમામ સરપંચોની સાથે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા વાતચીત કરી રહ્યાં છે. વડાપ્રધાને આ પ્રસંગે ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ પણ લોન્ચ કરી છે. તેમાં પંચાયત સાથે જોડાયેલી તમામ માહિતી ઉપલબ્ધ છે. મોદીએ કહ્યું કે કોરોનાવાઈરસે આપણી સમક્ષ ઘણી મુશ્કેલીઓ સર્જી છે. મહામારી એ બોધ આપ્યો છે કે દેશે હવે આત્મનિર્ભર બનવું પડશે.

અપડેટ્સ

·         વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ લોન્ચ કર્યું

·         કોરોના સંકટનો સૌથી મોટો સંદેશ આત્મનિર્ભર થવું પડશેઃ મોદી

·         દેશ, રાજ્ય, જિલ્લા, ગામ દરેક સ્તરે આત્મનિર્ભર બનોઃ મોદી 

કોરોનાએ કામ કરવાની રીત બદલી

આજે જેમને સન્માન મળ્યું છે. વેબસાઈટ પર જઈને તેમની માહિતી પ્રાપ્ત કરો. કોરોનાએ આપણી કામ કરવાની રીતને બદલી છે. આ કારણે આ કાર્યક્રમ વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ મહામારીએ આપણને નવો સંદેશ પણ આપ્યો છે. હવે આપણે આત્મનિર્ભર બનવું જ પડશે. તેના વગર આ સંકટનો સામનો કરવો મુશ્કેલ છે. પંચાયત, જિલ્લા અને રાજ્ય આત્મનિર્ભર બને, જેથી પોતાની જરૂરિયાત માટે બહાર ન જવું પડે. 

સવા લાખ પંચાયતો સુધી બોન્ડબેન્ડ પહોંચ્યું

મોદીએ કહ્યું કે મજબૂત પંચાયતો આત્મનિર્ભર બનવાની શરૂઆત છે. સરકારે પંચાયતી રાજની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે સતત કામ કર્યું છે. 1.25 લાખથી વધુ પંચાયતો સુધી બોડબેન્ડ કનેક્શન પહોંચ્યું છે. 3 લાખ કોમન સર્વિસ સેન્ટર કામ કરી રહ્યાં છે. શહેર અને ગામનું અંતર ઓછું કરવા માટે સરકારે બે પ્રોજેક્ટ શરૂ કર્યા છે- ઈ ગ્રામ સ્વરાજ અને ગામડાના લોકો માટે સ્વામિત્વ યોજના.

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં જણાવ્યું કે આ દરમિયાન e-GramSwaraj પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે. તેની સાથે સ્વામિત્વ યોજન પણ લોન્ચ થશે, જેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસની કોશિશમાં ગતિ આવશે. ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજ દિવસ મનાવાની શરૂઆત મનમોહન સિંહ સરકાર દરમિયાન 2010થી શરૂ થઈ હતી.

મોદીએ પંચાયતી રાજ મંત્રી તોમરને પત્ર લખ્યો

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પંચાયતી રાજ દિવસના અભિનંદન પાઠવતા મોદીએ લખ્યું કે જ્યારે કોરોનાની મહામારી સમગ્ર માનવતા સમક્ષ પડકાર બનીને ઉભી છે, એવામાં આપણે તમામ ભારતીયોએ તેનો એક થઈને સામનો કરી રહ્યાં છે. એવામાં પંચાયતી રાજ વ્યવસ્થાના સભ્યો વીર યોદ્ધાની જેમ ફરજ બજાવી રહ્યાં છે. મહાત્મા ગાંધીનું માનવું હતું કે ભારતની આત્મા ગામડા છે. આપણી સરકાર આ વિચાર સાથે આગળ વધી રહી છે. તેમાં તેમણે પંચાયતી રાજ ક્ષેત્રોની ઘણી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post