• Home
  • News
  • ભારતની સરહદ ચીન સાથે નથી, એવી ટ્રમ્પની વાત સાંભળતા જ મોદીએ બેઠક છોડી દીધી હતી
post

બે પુલિત્ઝર પ્રાઈઝ જીતેલા પત્રકારોના પુસ્તક ‘અ વેરી સ્ટેબલ જિનિયસ’માં દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 08:39:39

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયાની ભૌગોલિક સ્થિતિનો બિલકુલ અંદાજ નથી. એકવાર તેમણે ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં સુધી કહ્યું હતું કે, ‘ભારતની સરહદ ચીન સાથે નથી.’ વાત સાંભળતા મોદી આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બાદમાં તેમના હાવભાવ ચિંતામાં બદલાઈ ગયા હતા. અંગે ટ્રમ્પના એક સાથીદારે કહ્યું હતું કે, ‘ બેઠક વડાપ્રધાન મોદીએ અધવચ્ચે છોડી દીધી હતી. વખતે મોદીના હાવભાવ જાણે એવું કહી રહ્યા હતા કે, ટ્રમ્પ એક ગંભીર વ્યક્તિ નથી. હું આવી વ્યક્તિને મારા સાથીદાર તરીકે ના સ્વીકારી શકું.’


ટ્રમ્પની ટિપ્પણીએ ભારત-અમેરિકાના રાજકીય સંબંધને એક પગલું પાછળ ધકેલી દીધા
દાવા અમેરિકન અખબારવૉશિંગ્ટન પોસ્ટના બે પત્રકાર ફિલિપ રકર અને કેરોલ લિઓનિંગે પોતાના નવા પુસ્તકઅવેરી સ્ટેબલ જિનિયસમાં કર્યો છે. પત્રકારોને બે વાર પુલિત્સર પ્રાઈઝ મળી ચૂક્યું છે. ટ્રમ્પે ભારત-ચીન મુદ્દે કરેલી ટિપ્પણી અંગેનો દાવો ટ્રમ્પના નજીકના સાથીદારોની વાતચીતના આધારે કરાયો છે. 417 પાનાંના પુસ્તકમાં કહેવાયું છે કે, ‘ટ્રમ્પની ટિપ્પણીએ ભારત-અમેરિકાના રાજકીય સંબંધને એક પગલું પાછળ ધકેલી દીધા હતા.’ જોકે, ટ્રમ્પ કઈ બેઠકમાં આવું બોલ્યા હતા વિશે પુસ્તકમાં ઉલ્લેખ નથી, પરંતુ એવું કહેવાય છે કે, ઘટના ટ્રમ્પ-મોદીની પહેલી મુલાકાત વખતની છે. અમેરિકન સરકારના પૂર્વ સલાહકારો પણ ટ્રમ્પના આવા અનેક અજ્ઞાન વિશે જાહેરમાં કહી ચૂક્યા છે. ટ્રમ્પ એવું પણ વિચારતા હતા કે, નેપાળ અને ભુતાન ભારતમાં છે. ગયા વર્ષે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘મોદીએ જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલનમાં કાશ્મીર મુદ્દો ઉકેલવા મારી મધ્યસ્થી માંગી હતી.’ જોકે, વાતને ભારતીય વિદેશ મંત્રાલયે જૂઠી ગણાવી હતી.


ટ્રમ્પના નિવેદન પછી ગૂગલ પર ભારત-ચીન સરહદ અંગે સર્ચ
નવા પુસ્તકમાં ટ્રમ્પનું નિવેદન સામે આવ્યા પછી ગૂગલ પર ભારત-ચીન સરહદ અંગે સર્ચ વધી ગયું હતું. લોકોએ ભારત-ચીન સરહદના નામ, લંબાઈ અને સ્થળો વિશે સર્ચ કર્યું હતું, જે ત્યાં મોજુદ છે. નોંધનીય છે કે, ભારત-ચીન વચ્ચે 3,488 કિ.મી. લાંબી એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) છે, જ્યાં અનેક સ્થળે સરહદી વિવાદ છે.

adv

Related News

post
post
post
post
post
post
post