• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રંપે પરિવાર સાથે ગાંધી આશ્રમની લીધી મુલાકાત
post

ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રંપ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરાડ કુશ્નરનું સુતરની આંટી વડે સ્વાગત કરવામાં આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 09:05:25

અમદાવાદ: 24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ (Trump India Visit) ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા છે. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. 

ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રંપ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરાડ કુશ્નરનું સુતરની આંટી વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમમાં ડોનાલ્ડ, મેલાનિયા ટ્રમ્પે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાબરમતી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાએ ચરખો કાંત્યો હતો. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પને ચરખો કાંતવો શીખવાડવાનો પ્રયાસ કર્યો હતો

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post