• Home
  • News
  • પાક.ના દોસ્ત તુર્કીએ UNમાં ઉછાળ્યો કાશ્મીરનો મુદ્દો, ભારતે સણસણતો જવાબ આપતાં બોલતી બંધ
post

એર્દોગાને થોડા દિવસો પહેલાં ઐતિહાસિક હગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં બદલી દીધું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 09:50:04

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચથી કાશ્મીર પર ફરી એકવાર ઝેરીલું નિવેદન આપનાર તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈય્યપ અર્દોગાનને ભારતે કરારો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, તુર્કીના રાષ્ટ્રપતિ ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે, જે અસ્વીકાર્ય છે. ભારતે કહ્યું કે, કાશ્મીર પર નિવેદન આપતાં પહેલાં તુર્કીને પોતાની નીતિઓની ઊંડાણપુર્વક સમીક્ષા કરવી જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય પ્રતિનિધિ પીઆર યુએન કૃષ્ણમૂર્તિએ એક નિવેનદમાં કહ્યું કે, અમે તુર્કીના રાષ્ટ્રપતિએ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અંગે આપેલું નિવેદન જોયું છે. તે ભારતનાં આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે અને આ અસ્વીકાર્ય છે. તુર્કીને અન્ય દેશોની સંપ્રભુતાનું સન્માન કરવા શીખવું જોઈએ અને તેને પોતાની નીતિઓની સમીક્ષા કરવી જોઈએ.

કાશ્મીર એક જ્વલંત મુદ્દો છેઃ તૈય્યપ એર્દોગાન

આ પહેલાં એર્દોગાને યુએનમાં ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો હતો. તેણે કહ્યું કે, કાશ્મીર એક જ્વલંત મુદ્દો છે અને દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ખુબ જ મહત્વપુર્ણ છે. જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ દૂર કર્યા બાદ આ સમસ્યા ખુબ જ ગંભીર થઈ ગઈ છે. અમે આ સમસ્યાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ હેઠળ ઈચ્છીએ છીએ. આ ઉપરાંત તેઓએ પાકિસ્તાનના વખાણ પણ કર્યા હતા.

ભારત વિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું તુર્કી

તુર્કી હવે પાકિસ્તાન બાદ ભારત વિરોધી ગતિવિધિઓનું બીજું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે કેરળ અને કાશ્મીર સહિત દેશના અન્ય ભાગોમાં કટ્ટર ઈસ્લામિક સંગઠનોને તુર્કી ફંડ આપી રહ્યું છે. એક સીનિયર ગર્વમેન્ટ અધિકારીના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તુર્કી ભારતમાં મુસલમાનોમાં કટ્ટરતા પેદા કરવા અને ચરમપંથીઓની ભરતી કરવા પ્રયાસ કરી રહ્યું છે. તેની આ કોશિશ દક્ષિણ એશિયાઈ મુસ્લિમો પર પોતાના પ્રભાવનો વિસ્તાર કરવાનો પ્રયાસ છે.

મુસ્લિમ દેશોના નેતા બનવા માગે છે એર્દોગાન

એર્દોગાને થોડા દિવસો પહેલાં ઐતિહાસિક હગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં બદલી દીધું હતું, જે વર્ષ 1453થી એક ચર્ચ રહ્યું હતું. એર્દોગાન મુસ્લિમ જગતમાં સાઉદી અરબની બાદશાહતને પકડાર આપવાની કોશિશો કરી રહ્યું છે. ગત વર્ષે તેઓએ મલેશિયાના તત્કાલીન પીએમ મહાતિર મોહમ્મદ અને પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનની સાથે મળીને નોન અરબ ઈસ્લામી દેશોનું એક ગઠબંધન તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post