• Home
  • News
  • દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા:કામરેજમાં 5, માંડવીમાં 4, પલસાણામાં 3 ઈંચ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર, રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા
post

24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 17:49:50

હવામાન વિભાગે 4 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે સવારના 6થી આજે સવારના 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. જેમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં 8 ઈંચ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 24 તાલુકામાં 2 ઈંચથી લઈ 8 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારથી બારડોલીમાં વરસાદ યથાવત્ હોવાથી અત્યાર સુધીમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાતા ઠેર ઠેર પાણી ભરાયાં છે. આજે સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં કામરેજમાં 5 ઈંચ, માંડવીમાં 4 ઈંચ, પલસાણામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સુરત, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીનો વરસાદ

તાલુકો

વરસાદ(મીમીમાં)

કામરેજ

119

માંડવી

85

પલસાણા

64

વિસાવદર

64

વલસાડ

55

ખેરગામ

52

વાપી

51

કપરાડા

50

બારડોલી

49

ધરમપુર

49

ચિખલી

44

પારડી

42

સુરત શહેર

40

સિનોર

32

જોડિયા

32

વાસંદા

32

ઉમરપાડા

30

ડોલવણ

29

માંગરોળ

28

ઉમરગાવ

27

મહુવા

24

વઘઈ

21

વાલોડ

21

બગસરા

20

છોટાઉદેપુર

20

વ્યારા

20

આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગે આજે ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ 10 જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. 10 જિલ્લામાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.

પ્રિમોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ
જુનાગઢ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સવારથી લઈ અત્યાર સુધી બે ઇંચ જેટલો વરસાદ આવ્યો છે તો બીજી તરફ વરસાદે જુનાગઢ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ છતી કરી દીધી છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ તરફના અંડરબ્રિજમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા વાહનો ફસાયા હતા તેમજો લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 24 કલાકમાં બારડોલીમાં 151 મિમી, મહુવામાં 139 મિમી, વાલોડમાં 137 મિમી, નવસારીમાં 130 મિમી, ગણદેવીમાં 111 મિમી, જલાલપોરમાં 102 મિમી સુધી વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post