• Home
  • News
  • બિલ ગેટ્સ, જેફ બેજોસ અને બરાક ઓબામા સહિત અન્ય સેલિબ્રિટીના એન્કાઉન્ટ હેક; 1000 ડોલરના બદલે 2000 આપવાની લાલચ આપી
post

ટેસ્લાના CEO એલન મસ્ક, જાણીતા રોકાણકાર વોરેન બફેટનું એકાઉન્ટ પણ હેક

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 10:26:19

સેન ફ્રાન્સિસ્કો: આઈફોન કંપની એપલ, ટેસ્લાના CEO એલન મસ્ક, એમેઝોનના CEO જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ઘણી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ બુધવારે હેક થયા છે. હેકર્સે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન મોકલવાના નામે છેતરપિંડી કરવા માટે આવી ખ્યાતનામ હસ્તીઓના નામનો સહારો લીધો છે.આ લોકોના એન્કાઉન્ટમાંથી હેકર્સે પોસ્ટ કરી કે અમે સમાજસેવા કરવા માંગીએ છીએ. તમે 30 મિનિટમાં અમને જેટલી કિંમતના બિટકોઈન મોકલશો, તેનાથી ડબલ કિંમતના અમે તમને પાછા આપીશું.

હેક કરાયેલા એકાઉન્ટ ટ્વિટરે ડિસેબલ કર્યા 
કેબ કંપની ઉબેર, અરબપતિ રોકાણકાર વોરન બફેટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન અને અમેરિકાની મીડિયા સેલિબ્રિટી કિમ કર્દાશિયા વેસ્ટ સહિત અન્ય જાણીતા લોકોના ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યા છે. ટ્વિટરના CEO જેક ડોર્સીએ કહ્યું કે,આ મુશ્કેલ ઘડી છે. અમે તપાસ કરી રહ્યા છીએ. જ્યારે સ્પષ્ટ થઈ જશે કે આ કેવી રીતે થયું છે ત્યારે અમે જાણકારી શેર કરીશું.ટ્વિટરે હેક કરાયેલા એકાઉન્ટ ડિસેબલ કરીને હેકર્સ દ્વારા કરવામાં આવેલા તમામ ટ્વિટ હટાવી દીધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post