• Home
  • News
  • રાજકોટમાં ધીમી ધારે પોણા બે ઈંચ વરસાદઃ આજી-2 ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ, NDRFની ટીમ આવશે
post

આજી-2 ડેમ અને તેના ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 11:27:01

રાજકોટ: રાજકોટમાં સવારથી વરસાદ શરૂ થયો હતો અને બપોર સુધીમાં થોડી થોડી વારે વરસ્યો હતો. હવામાન વિભાગ અને ફાયરબ્રિગેડના ચોપડે આંક અલગ અલગ નોંધાયા છે પણ સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં 38 મીમી જેટલો  નોંધાયો છે.

હવામાન વિભાગના ચોપડે એક જ ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે ફાયરબ્રિગેડ મુજબ વેસ્ટ ઝોનમાં 38 મીમી જ્યારે ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં 22 અને 28 મીમી વરસાદ પડ્યો છે. સવારે તેમજ બપોરના સમયે થોડી થોડી વારે વરસાદ આવતો હતો તેમજ તેમાં અલગ અલગ મિજાજ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, હજુ રાજકોટમાં લોકલ ફોર્મેશનથી વરસાદ હતો તેમજ સ્થાનિક પવન વારંવાર બદલાતા વરસાદની ગતિ બદલાય છે આ કારણે સવારે એક દિશામાં ત્રાસો વરસાદ જ્યારે બપોરે પવન થંભી જતા શાંત વરસાદ પડી રહ્યો હતો.

આજી-2 ડેમ અને તેના ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી હતી અને રૂલ લેવલ સુધી પાણી પહોંચતા નીચાણવાસના ગામોમાં એલર્ટ જારી કરાયું છે જો કે રાતની સ્થિતિ સુધી હજુ દરવાજા ખોલાયા નથી. બીજી તરફ ભારે વરસાદની આગાહીના ભાગરૂપે તંત્ર એલર્ટ થયું છે અને એનડીઆરએફની ટીમ રાજકોટ માટે રવાના કરાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post