• Home
  • News
  • પહેલા બે લાખ કેસ 125 દિવસમાં આવ્યા,જૂનમાં 24 દિવસમાં 3 લાખ કેસ વધ્યા, 4થી 5 લાખ થવામાં 6 દિવસ લાગ્યા
post

સંક્રમણના કેસ આ ઝડપથી વધશે તો આગામી સપ્તાહમાં ભારત વિશ્વમાં ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-27 12:15:48

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના દર્દીનો આંકડો શુક્રવારે 5 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા 6 દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યા 4 લાખથી વધી 5 લાખ થઈ છે. 20 જૂનના રોજ સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર થઈ ગઈ હતી. દેશમાં 30 જાન્યુઆરીના રોજ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદના 110 દિવસ એટલે કે 10 મેના રોજ સંખ્યા એક લાખ થઈ હતી.

ત્યારબાદ સંક્રમણની ઝડપમાં વેગ આપ્યો અને ફક્ત 15 દિવસમાં આંકડો 2 લાખને પાર થઈ ગયો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા 2 લાખથી વધી 3 લાખ થવામાં 10 દિવસ લાગ્યા. જ્યારે 3થી 4 લાખ કેસ થવામાં 8 દિવસ અને પછી 4 લાખથી 5 લાખ કેસ થવામાં ફક્ત 6 દિવસનો સમય લાગ્યો છે.


તેનો અર્થ એવો થાય છે કે હવે દેશમાં 6 દિવસે એક લાખ નવા કેસ આવી રહ્યા છે. જો આ પ્રકારની ઝડપ રહેશો તો આગામી સપ્તાહ ભારત રશિયાને પાછળ છોડી ત્રીજા ક્રમનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દેશ બની જશે.

149 દિવસમાં 5 લાખ કેસ સામે આવ્યા

રાહતની વાત એ છે કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોનાની ઝડપ ઘણી ધીમી છે. અમેરિકામાં સૌથી વધારે 82 દિવસમાં 5 લાખથી વધારે કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ભારત આ બાબતમાં 149 દિવસનો સમય લાગ્યો. ભારત વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમનો દેશ છે.

અમેરિકામાં સૌથી ઓછા 82 દિવસમાં 5 લાખ કેસ આવ્યા

દેશ

તારીખ

કેટલા દિવસમાં 5 લાખ કેસ

અમેરિકા

10 એપ્રિલ

82 દિવસ

બ્રાઝિલ

31 મે

96 દિવસ

રશિયા

11 જૂન

133 દિવસ

ભારત

26 જૂન

149 દિવસ

હવે દિવસમાં 50 હજાર દર્દી મળી રહ્યા છે

દેશમાં 6 મેના રોજ કોરોનાના દર્દીનો આંકડો 50 હજાર હતો. એટલે કે દેશમાં સંક્રમણની શરૂઆતથી લઈ 50 હજાર કેસ થવામાં 98 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેની ઝડપ વધારે તેજ થઈ ગઈ. પ્રથમ 50 હજાર કેસ થવામાં 12 દિવસ, એક લાખથી 1.5 લાખ કેસ થવામાં 8 દિવસ અને 1.5 લાખથી 2 લાખ દર્દી ત્યારપછીની 7 દિવસમાં મળ્યા. હવે પ્રત્યેક પાંચ દિવસમાં 50 હજાર કેસ આવી રહ્યા છે. 2 લાખથી 2.5 લાખ કેસ થવામાં 5 દિવસ અને 2.5 લાખથી 3 લાખ કેસ થવામાં 5 દિવસ સમય લાગ્યો હતો.


3
થી 3.5 લાખ કેસ થવામાં 4 દિવસ અને ત્યારબાદ 3.5 લાખથી 4 લાખ કેસ થવામાં 4 દિવસ લાગ્યા. હવે પ્રત્યેક 3 દિવસે 50 હજાર કેસ થઈ રહ્યા છે. એટલે કે 4 લાખથી 4.5 લાખ થવામાં 3 દિવસ અને 4.5 લાખથી 5 લાખ કેસ થવામાં 3 દિવસનો સમય લાગ્યા છે.

દેશમાં 58 ટકા દર્દીને સારું થયું, રિકવરી રેટ સતત વધી રહ્યો છે

રાહતની વાત એ છે કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે. અહીં અત્યાર સુધી 5 લાખ દર્દીમાં 2.97 લાખ લોકોને સારું થઈ ગયું છે. રિકવરી રેટ 58.13 ટકા છે. એટલે કે 100 પૈકી 58 દર્દીને સારું થઈ રહ્યું છે. 5 લાખ પૈકી સૌથી વધારે સંક્રમિતો ધરાવતા દેશમાં સૌથી સારો રિકવરી રેટ રશિયાનો છે. અહીં 61.88 ટકા દર્દીને સારું થયું છે. સૌથી ઓછો રિકવરી રેટ અમેરિકાનો છે. અત્યાર સુધી 41.01 ટકા દર્દીને સારું થયું છે.

દર્દીઓને સારું થવામાં રશિયા સૌથી મોખરે, ભારત બીજા ક્રમે

દેશ

કુલ સંક્રમિત

રિકવરી રેટ

અમેરિકા

25.04 લાખ

42.01

બ્રાઝિલ

12.33 લાખ

54.63

રશિયા

6.20 લાખ

61.88

ભારત

5.8 લાખ

58.13

 

adv

Related News

post
post
post
post
post
post
post