• Home
  • News
  • એક વરરાજા સહિત બે જાનના જાનૈયાઓને પોલીસે તીન પત્તી રમતાં ઝડપ્યા, 89 જુગારીઓને રંગે હાથ ઝડપતાં મોઢા છૂપાવ્યા
post

જાન જવાના એક દિવસ પહેલાં વરરાજાના મિત્રો-મહેમાનો પકડાયા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-21 18:44:05

અમદાવાદ: અમદાવાદના પાલડીમાં પાસે બે મિત્રોના લગ્નમાં જાનૈયા પહોંચ્યા હતા. પંરતુ આ બંનેના મિત્રો પણ કોમન હતા એટલે લગ્નમાં જુગાર નાઈટ રમવાનું નક્કી કર્યું હતું. જેમાં વારાફરતી બંનેના લગ્ન હતા. ત્યારે પ્રિતમનગરના એક ફ્લેટમાં ઉપરના માળે એકના મિત્રો અને નીચેના માળે બીજા જુગાર રવામાં બેઠા હતા. ત્યારે પોલીસે એન્ટ્રી મારીને રેડ પાડતાં બંનેના જાનૈયાઓેને રંગેહાથ પકડી પાડ્યા હતા. આમાં એક વરરાજા પણ પકડાઈ ગયા હતા. ત્યારે તેને પણ પોલીસે પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, તેની આજે સગાઈ હોવાથી તેને જવા દીધો હતો. પરંતુ નિવેદન નોંધાવવા તેને પોલીસ સ્ટેશન ફરી જવું પડશે. પોલીસ સ્ટેશનમાં જુગાર રમતાં પડાયેલા મોટાભાગના જાનૈયાઓએ મોઢા સંતાડવાનો વારો આવ્યો હતો.

એક વરરાજા સહિત 89 જુગાર રમતા ઝડપાયા
એક બે નહીં પણ 89 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં એક વરરાજાનો પણ સમાવેશ થાય છે, જેની આજે સગાઈ છે. પોલીસે તેને હાલ સગાઈ માટે જવા દીધો છે અને સગાઈ પૂરી કર્યા બાદ તેને નિવેદન આપવા માટે પોલીસ સ્ટેશન આવવું પડશે. તેના આવતીકાલે લગ્ન છે, જ્યારે બીજા એક વરરાજા આ જુગારીઓની વચ્ચે જુગાર રમતા ના ઝડપાતા બચી ગયા છે. પંરતુ હાલ તો તેના મહેમાનો અત્યારે પોલીસ સ્ટેશનના મહેમાન બન્યા છે.

35 ટુવ્હીલર અને 18 ફોર વ્હીલર, 98 મોબાઈલ પણ જપ્ત કરાયા
આ સમગ્ર રેડ દરમિયાન પોલીસને ધીમે ધીમે એવી પણ માહિતી મળી કે બંનેએ જુગાર નાઈટ આયોજિત કરી હોવાની આશંકા છે. એટલે કે તેમના મિત્રો ભેગા થઈને એક જગ્યા પર જુગાર રમે, જેમાં જુગાર રમવા આવેલા લોકો તીન પત્તીનો જુગાર રમતા હતા. ત્યાંથી પોલીસને ટોકન પણ મળ્યા છે. પોલીસને આ જગ્યાએથી 29.38 લાખ રૂપિયાના 98 મોબાઈલ ફોન મળી આવ્યા છે. જ્યારે તેમની પાસેથી 35 ટુવ્હીલર અને 18 ફોર વ્હીલર મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત એક કરોડ 25 લાખથી વધુ થાય છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે કુલ 1.58 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

100થી વધુ જુગાર રમતા હતા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના એલિસબ્રિજ પાસે એક લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને જુગાર રમતા હતા. આ વાતની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં 100થી વધુ લોકો જુગાર રમતા હતા. હાલ 89 લોકોની અટકાયત કરીને કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જાનૈયાને પોલીસ સ્ટેશન લઈ જવાયા
એક તરફ લગ્નમાં મહાલવા આવેલા મહેમાનો હવે પોલીસની મહેમાનગતિ માણી રહ્યા છે. પોલીસ તમામની સામે કાર્યવાહી કરવા પ્રયાસો કરી રહી છે. જ્યારે પોલીસ સ્ટેશનમાં મોટા પ્રમાણમાં જુગારીઓને લવાતા હાલ એક તરફ કુતૂહલભર્યું દશ્ય દેખાઈ રહ્યું છે.

જાન જવાના એક દિવસ પહેલાં વરરાજાના મિત્રો-મહેમાનો પકડાયા
પ્રિતમનગર પાસે રહેતા વણિક પરિવારમાં દીકરાનાં લગ્ન હતાં. લગ્નના એક દિવસ પહેલાંના પ્રસંગમાં વરરાજાના મિત્ર અને મહેમાનો ભેગા મળીને જુગાર રમતા હતા, ત્યારે પોલીસે રેડ કરીને તમામને ઝડપી લીધા છે. આવતીકાલે વરરાજાના લગ્ન છે ત્યારે તેના મિત્રો હાલ પોલીસ સ્ટેશનની હવા ખાઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post