• Home
  • News
  • ઈઝરાયેલના પક્ષમાં આવ્યા બે મુસ્લિમ દેશ! ચોંકાવનારો લીધો નિર્ણય, જાણો શું આપી પ્રતિક્રિયા
post

બીજા મુસ્લિમ દેશોએ પેલેસ્ટાઈનનો પક્ષ લેતા કહ્યું હતું કે, ઈઝરાયેલના અત્યાચાર વિરુદ્ધ આ હુમલો શરૂ થયો

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-10 18:02:07

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાવુ થયેલા યુદ્ધે મધ્ય-પૂર્વની રાજદ્વારીમાં અચાનક મોટી ઉથલપાથલ મચાવી દીધી છે. શનિવારથી ચાલુ થયેલા યુદ્ધ પર તમામ મુસ્લિમ દેશોએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ યુદ્ધ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યુ છે. સાઉદી, કતર, પાકિસ્તાન જેવા તમામ મુસ્લિમ દેશોએ ઈઝરાયેલની નિંદા કરતા કહ્યું કે, પેલેસ્ટિનિયનો માટે અલગ રાજ્ય (ટૂ નેશન સોલ્યૂશન)ની સ્થાપની થવી જોઈએ. પરંતુ મધ્ય-પૂર્વના બે ઈસ્લામિક દેશોએ બાકી મુસ્લિમ દેશો કરતા અલગ વલણ અપનાવ્યુ છે. 

અત્યાર સુધીમાં જેટલા પણ મુસ્લિમ દેશોની પ્રતિક્રિયા સામે આવી છે તેમાંથી કોઈએ પણ ઈઝરાયેલ પર હુમલા માટે હમાસને ટાર્ગેટ નથી કર્યું પરંતુ UAE અને બહરીને હમાસની નિંદા કરીને બધાને ચોંકાવી દીધા છે. 

UAE, બહરીન સહિત તમામ મુસ્લિમ દેશો એક સમયે ઈઝરાયેલને મધ્ય-પૂર્વમાં 'અછૂત' ની જેમ જોતા હતા તેની સાથે કોઈ સબંધ રાખવા નહોતા માંગતા. પરંતુ અમરિકાના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે સપ્ટેમ્બર 2020માં UAE અને બહરીને ઈઝરાયેલ સાથે અબ્રાહમ કરાર કર્યો અને તેની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા. UAE અને બહરીન ઈઝરાયેલ સાથે સબંધ સ્થાપિત કરનારા પહેલા આરબ દેશોમાં સામેલ છે.

રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાના 3 વર્ષ બાદ હવે જ્યારે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયુ છે ત્યારે આ બંને જ દેશોનું વલણ બાકી આરબ દેશો કરતા અલગ નજર આવી રહ્યુ છે. આ બંને દેશોના સત્તાવાર નિવેદનથી સંકેત મળી રહ્યો છે કે, આ વખતે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પર ઈઝરાયેલના સમર્થનમાં ઊભા છે.

UAEએ બાકી મુસ્લિમ દેશોથી લીધી અલગ લાઈન

ઈઝરાયેલ પેલેસ્ટાઈન યુદ્ધને લઈને UAEએ જે કહ્યું તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, ઈઝરાયેલને લઈને ઈસ્લામિક દેશોના વલણમાં બદલાવ આવ્યો છે. 

UAEના વિદેશ મંત્રાલયે રવિવારે મોડી રાત્રે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે, આ યુદ્ધ માટે હમાસ જવાબદાર છે. પેલેસ્ટાઈન સમૂહ હમાસના ઈઝરાયેલી શહેરો પર હુમલા ખૂબ જ ગંભીર છે અને તેનાથી ભારે તણાવ ઉત્પન્ન થયો છે. મંત્રાલયે હિંસાને ખતમ કરવાનું અને નાગિરોની સુરક્ષાનું આહવાન કર્યું છે. હમાસે લોકો પર હજારો રોકેટ છોડ્યા અને ભારે ગોળીબાર કર્યો છે. UAE એવા અહેવાલોથી ચોંકી ગયું છે કે ઇઝરાયેલના નાગરિકોનું તેમના ઘરોમાંથી અપહરણ કરવામાં આવ્યું છે અને તેમને બંધક બનાવવામાં આવ્યા છે.

એ પણ નોંધનીય છે કે, UAEએ પોતાના નિવેદનમાં ઈઝરાયેલ વિરુદ્ધ કોઈ ટિપ્પણી નથી કરી. નિવેદનમાં બંને પક્ષોને તણાવને સમાપ્ત કરવા માટે આહવાન કરતા UAEએ કહ્યું કે, તમામ પક્ષોના નાગરિકોને હંમેશા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ સંપૂર્ણ સુરક્ષા મળવી જોઈએ અને તેમને ક્યારેય સંઘર્ષનું લક્ષ્ય ન બનાવવું જોઈએ.

બહરીને પણ પેલેસ્ટાઈનના હમાસની નિંદા કરી

UAEના જેમ જ બહરીને પણ વર્ષ 2020માં અબ્રાહમ કરાર હેઠળ ઈઝરાયેલ સાથે રાજદ્વારી સબંધો સ્થાપિત કર્યા હતા. બહરીને પણ હમાસના અચાનક હુમલાની નિંદા કરી છે. 

બહરીને હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝારાયેલી નાગરિકોનું તેમના ઘરમાંથી અપહરણ કરીને બંધક બનાવવા પર પણ હમાસને આડે હાથ લીધુ છે. આરબ દેશે મુત્સદ્દીગીરી દ્વારા લડાઈને ખતમ કરવા પર ભાર મૂક્યો છે. 

સોમવારે બહરીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, હમાસના હુમલાને કારણે સ્થિતિ ખતરનાક રીતે તણાવપૂર્ણ બની ગઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બહરીન ઈઝરાયેલી નાગરિકોને તેમના ઘરોમાંથી અપહરણ અને તેમને બંધક બનાવવાની નિંદા કરે છે. નિવેદનમાં લડાઈને રોકવા માટે તાત્કાલિક પ્રયાસો કરવાનું આહવાન કરવામાં આવ્યુ હતું. 

બંને પક્ષોની આ લડાઈ માટે UAE અને બહરીનને છોડીને તમામ મુસ્લિમ દેશોએ પેલેસ્ટાઈનનો પક્ષ લેતા કહ્યું હતું કે, ઈઝરાયેલના અત્યાચાર વિરુદ્ધ આ હુમલો શરૂ થયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post