• Home
  • News
  • બે બાજુ છાપેલો સિક્કો ચાલે પણ કોંગ્રેસનો સિક્કો ઘસાઇ ગયેલો નકલી છે: નીતિન પટેલ
post

હું આરોગ્ય મંત્રી તરીકે રાજ્યને કોરોના મુક્ત કરવા માંગું છું એમ ભાજપા કાર્યકર તરીકે ગુજરાત અને દેશને કોંગ્રેસ મુક્ત કરવા માંગું છું. મારી દ્રષ્ટીએ જીતવું એ પહેલી વસ્તુ છે અને પાંચ વર્ષ લોકોની સેવા કરવી એ મહત્વનું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 09:56:54

અમદાવાદ: ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્રારા વિજય ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. વિજય ઉત્સવમાં જોડવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સીઆર પાટીલ સહિતના નેતાઓ પહોંચ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપ એ મેળવેલ પ્રચંડ જીત બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલને અભિનંદન આપ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ ભાજપના કાર્યાલાય ખાનપુર ખાતે વિજય ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગુજરાતના મહાનગરોની જનતા અને નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ જીતથી અમારૂ પણ મનોબળ મજબુત બન્યું છે. રવિવારે જ્યારે મતદાન પૂર્ણ થયું તો મતદાનની ટકાવારી ઓછી હતી. ઓછા મતદાન અંગે સવાલો થયા તો ત્યારે મેં કહ્યું હતું કે ભલે મતદાન ઓછું થયું હોય કે જે મતદાન થયું છે તેમાથી ૮૦ ટકા મત ભાજપને મળશે તે તમે પ્રસ્થાપિત કર્યું.

સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સુરતમાં આવી કોર્પોરટની સમ ખાવા હોય તો એ પણ હવે નથી. હું આરોગ્ય મંત્રી તરીકે રાજ્યને કોરોના મુક્ત કરવા માંગું છું એમ ભાજપા કાર્યકર તરીકે ગુજરાત અને દેશને કોંગ્રેસ મુક્ત કરવા માંગું છું. મારી દ્રષ્ટીએ જીતવું એ પહેલી વસ્તુ છે અને પાંચ વર્ષ લોકોની સેવા કરવી એ મહત્વનું છે. નવા લોકોનો નંબર લાગ્યો છે તો તેમને જીતને સાર્થક કરવાનો છે. 

વિધાનસભા અને લોકસભામાં વિજય અપાવવાનું કામ તમારા ખભા પર છે. સંગઠન અને સરકાર એક સિક્કાની બે બાજુ જેવું છે. બે બાજુ છાપેલો સિક્કો ચાલે પણ કોંગ્રેસનો સિક્કો ઘસાઇ ગયેલો નકલી બનાવટી અને ફોજદારી કેસ થાય એવો છે. આટલા બધા લોકોએ આપણા પર વિશ્વાસ મુક્યો છે ત્યારે અમારી જવાબદારી વધી ગઇ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post