• Home
  • News
  • ઉદ્ધવ ઠાકરે સરકારનું પહેલું કેબિનેટ વિસ્તરણ આજે
post

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારનું એક મહીના બાદ સોમવારે પહેલું મંત્રીમંડળ વિસ્તરણ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-30 11:22:15

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારનું એક મહીના બાદ સોમવારે પહેલું મંત્રીમંડળ વિસ્તરણ થશે. વિધાનભવન પરિસરમાં મોડી રાતે તેની તૈયારીઓ પુરી કરી લેવાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં 36 નવા મંત્રી શપથ લઈ શકે છે, જેમાં કોંગ્રેસ નેતા અશોક ચૌહાણ , પૃથ્વીરાજ ચૌહાણ અને અજીત પવારનું નામ મોખરે છે. 28 નવેમ્બરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના બે-બે મંત્રીઓએ શપથ લીધા હતા. નિયમ પ્રમાણે, મહારાષ્ટ્ર સરકારમાં મુખ્યમંત્રી સિવાય 42 મંત્રી જ સામેલ થઈ શકે છે.

શપથ ગ્રહણના વિધાનભવનમાં બનેલા મંડપમાં પાંચ હજાર લોકોના બેસવાની વ્યવસ્થા છે. મળતી માહિતી પ્રમાણે નવા મંત્રીઓના સામેલ થયા બાદ વિભાગોમાં ફેરફાર થઈ શકે છે. જોકે, હાલ ઉદ્ધવ ઠાકરે પાસે કોઈ વિભાગ નથી. ગૃહ અને ઉદ્યોગ વિભાગ શિવસેના પાસે છે. નાણા અને ગ્રામીણ વિકાસ રાકાંપાને આપવામાં આવ્યા છે. કોંગ્રેસને મહેસૂલ, PWD અને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના મંત્રીમંડળ વિસ્તારમાં કોંગ્રેસે તેમના મંત્રીઓની સંખ્યા સ્પષ્ટ કરી દીધી છે. રાજ્ય અધ્યક્ષ અને મંત્રી બાલા સાહબ થોરાટે જણાવ્યું કે કોંગ્રેસના 12 મંત્રી શપથ લેશે. જેમાંથી 10 કેબિનેટ અને 2 રાજ્યમંત્રી હશે. આ ઉપરાંત 2 મંત્રી પદ નિર્દલીય અને એક સમાજવાદી પાર્ટીને મળી શકે છે. શિવસેના અને કોંગ્રેસમાં મંત્રી પદ અંગે ચર્ચા ચાલી રહી છે. એક પાર્ટીના કોટામાંથી 10 અને બીજી પાર્ટીના કોટમાંથી 11 ધારાસભ્યો બને તેવી સંભાવનાઓ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિવસેનાના કોટામાંથી રવિન્દ્ર વાયકર, ઉદય સામંત, ગુલાબરાવ પાટિલ, તાનાજી સાવંત, આશીષ જૈસવાલ, સંજય રાઠોડ, દાદા ભુસે, દિવાકર રાવતે, અનિલ પરબ, ડો. રાહુલ પાટિલ, સંજય શિરસાટ, અનિલ બાબાર, શંભૂરાજ દેસાઈનું નામ ચાલી રહ્યું છે. જો કે, શિવસેના ધારાસભ્યોનું દબાણ છે કે ચૂંટણી જીતનારાઓને જ મંત્રી બનવાની તક મળવી જોઈએ. શિવસેના તરફથી મુસ્લિમ ધારાસભ્ય અબ્દુલ સત્તારને પણ મંત્રી બનાવાઈ શકાય છે.