• Home
  • News
  • ગરીબોને રિક્ષા જ પરવડે છે, બુલેટ ટ્રેન પરવડશે નહીં- ઉદ્ધવ ઠાકરે
post

રાજ્ય વિધાનમંડળના શિયાળુ સત્રમાં રાજ્યપાલનું અભિભાષણ અમારી સરકારની માર્ગદર્શિકા હોઈ ઓછું બોલીને વધુ કામ કરવાનું અમે નક્કી કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-20 11:50:44

મુંબઈ: રાજ્ય વિધાનમંડળના શિયાળુ સત્રમાં રાજ્યપાલનું અભિભાષણ અમારી સરકારની માર્ગદર્શિકા હોઈ ઓછું બોલીને વધુ કામ કરવાનું અમે નક્કી કર્યું છે, એમ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જણાવ્યું હતું. દરમિયાન ગરીબોને રિક્ષા જ પરવડે છે, તેમને બુલેટ ટ્રેન પરવડશે નહીં એવો પણ ટોણો તેમણે ભાજપને માર્યો હતો. વિધાનસભામાં અભિભાષણ પર 51 સભ્યોએ પોતાના મત રજૂ કર્યા હતા, જે પછી મુખ્ય મંત્રી ઉત્તર આપતા હતા.

સંત ગાડગેબાબાએ કહેલા જીવનના સાર પ્રમાણે ભૂખ્યાને અન્નદાન, તરસ્યાને પાણી આપવું, વસ્ત્રો આપવાં, આશ્રય આપવો, જીવનથી હારેલાને જીવવાની હિંમત આપવી એવું કામ સરકાર કરશે. અમારી સરકાર સ્થગિતી સરકાર નથી પરંતુ પ્રગતિ સરકાર છે.