• Home
  • News
  • યુક્રેનની શરણાર્થી વેલેન્ટિનાએ મેરેથોન જીતી કહ્યું - ‘આ જીત વિશ્વ શાંતિ માટે’, 31 વર્ષીય વેલેન્ટિયાએ યુદ્ધને કારણે દેશ છોડ્યો હતો
post

વેલેન્ટિના પ્રોફેશનલ રનર અને ફિઝિયોથેરેપિસ્ટ છે. તે હાલ પોલેન્ડમાં એક પરિવાર સાથે રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-28 10:24:47

જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે 31 વર્ષીય વેલેન્ટિના વેરેટેસ્કાએ દેશ છોડવાનો નિર્ણય કર્યો. તેણે 11 વર્ષીય દીકરી સાથે સામાન લીધા વિના દેશ છોડ્યું હતું. તેના નીકળ્યા બાદ આ શહેર ભારે બોમ્બારાને કારણે બરબાદ થયું. યુક્રેનથી નિકળેલી વેલેન્ટિનાએ જેરુસલેમની મેરેથોનમાં ભાગ લીધો અને યુક્રેનિયન શરણાર્થીઓ માટે એક આદર્શ બની. વેલેન્ટિનાએ માત્ર 2 પુરુષ ખેલાડીઓ પાછળ રહી 2 કલાક 45 મિનિટ 54 સેકેન્ડમાં મેરેથોન પૂર્ણ કરી.

વેલેન્ટિના પ્રોફેશનલ રનર અને ફિઝિયોથેરેપિસ્ટ છે. તે હાલ પોલેન્ડમાં એક પરિવાર સાથે રહે છે. તેણે જણાવ્યું કે- તેનો પતિ પાવલો વેરેટેસ્કા પણ પ્રોફેશનલ રનર છે તથા હાલ દેશ માટે યુદ્ધ લડી રહ્યો છે. વેલેન્ટિનાના માતા-પિતા, ભાઈ-બહેન યુક્રેનમાં જ છે. તેણે કહ્યું કે,‘મારું ઘર બરબાદ થઈ ચૂક્યું છે. યુદ્ધને કારણે હું અહીં અગાઉ આવી શકી નહોતી. જોકે મને પછી રેસમાં સ્થાન મળી ગયું. હું પોતાની જીતથી ચોંકી હતી. કારણ કે, મે હાલમાં જ ટ્રેનિંગ ફરૂ શરૂ કરી હતી.