• Home
  • News
  • ઉમરપાડાના કોન્સ્ટેબલે વિકૃતિની હદ વટાવી:માસ્ક બાબતે મહિલાને કારમાં બેભાન કરી બળાત્કાર કર્યો, અશ્લીલ ફોટા બતાવી વારંવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું
post

આરોપી સામે પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-16 10:00:26

ઉમરપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશ કાપડિયા (બીકે પાર્ક સોસા., બારડોલી)એ વર્ષ 2020માં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન માસ્ક નહીં પહેરવા બાબતે 33 વર્ષની મહિલા મનીષા(નામ બદલ્યું છે)ને તેની સોસાયટી બહારથી પોલીસ સ્ટેશન ચાલવું પડશે, કહી પોતાની કારમાં લઈ જઈ બેભાન કરી બળાત્કાર ગુજાર્યો હતો. કોન્સ્ટેબલે મહિલાનો અશ્લીલ ફોટો મોબાઇલમાં પાડી લઈ અવારનવાર ફોટો બતાવી ભૂતપોરના ફાર્મ હાઉસ અને પલસાણાની કાઠિયાવાડી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરતો હતો.

આરોપીએ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી
મહિલા ગર્ભવતી બની જતાં આરોપીએ મહિલાનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. આરોપી કોન્સ્ટેબલે મહિલાને ધમકી આપી હતી કે જો તું કોઈને આ વાત કરીશ તો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઈશ અને તારા પતિને ખોટા આરોપમાં ફસાવી દઈશ અથવા તો તેને મારી નાખીશ. મહિલાએ કોન્સ્ટેબલ વિરુદ્ધ પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પીડિત મહિલા સામે એટ્રોસિટીની ફરિયાદ
બીજી તરફ, કોન્સ્ટેબલની પત્નીએ પીડિત મહિલા અને તેના પતિ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો છે કે મહિલા મારા પતિને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતી હતી. આ વાતને લઈ મહિલાએ અનેક વખત મારા પતિ સાથે ઝઘડો કર્યો હતો. 7 મે 2021ના રોજ અમે બાઇક પર જતાં હતાં ત્યારે સોસાયટીની બહાર મહિલા તેના પતિએ ગાળાગાળી કરી જાતિવિષયક અપમાન કર્યું હતું. મહિલાએ મારા પતિને નોકરીમાંથી કઢાવવા તેમજ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવાની ધમકી પણ આપી હતી.

પીડિત-આરોપીનો મારામારીનો વીડિયો વાઈરલ
થોડા મહિના પહેલાં પલસાણા ચાર રસ્તા પરથી આરોપી કોન્સ્ટેબલ પત્ની સાથે કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ભોગ બનનાર મહિલાએ ટ્રાફિકમાં કોન્સ્ટેબલની કારને રોકી ઝઘડો કર્યો હતો. જ્યાં આરોપી કોન્સ્ટેબલ, તેની પત્ની અને મહિલા વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post