• Home
  • News
  • ઉમેશ પાલ હત્યાકાંડ, અતીકના મિત્ર ઝફર પર કાર્યવાહી:પ્રયાગરાજમાં બુલડોઝરથી ઘર તોડી પડાયું; માફિયાની પત્ની શાઇસ્તા ફરાર
post

પ્રતીકની પત્ની, ભાઈ સહિત સંપૂર્ણ પરિવાર પર FIR

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-01 17:47:47

UP સરકારે ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. બુધવારે સવારે માફિયા અતીક અહેમદના નજીકના મિત્ર ઝફર અહેમદના ઘર પર બુલડોઝર ફેરવાઈ ગયું. ઝફરના ઘરેથી તલવાર, પિસ્તોલ અને રાઈફલ પણ મળી છે.

પ્રયાગરાજ ડેવલમેન્ટ ઓથોરિટીની ટીમ ઝફરનું બે માળનું ઘર તોડી રહી છે. બે માળના ઘરની કિંમત લગભગ 3 કરોડ ગણાવવામાં આવી રહી છે. અતીકનું મકાન જ્યારે જપ્ત કરવામાં આવ્યું હતું ત્યારે ઝફરે જ તેના પરિવારને આશરો આપ્યો હતો. બંને બિઝનેસ પાર્ટનર હતા. હાલમાં જ ઉમેશ પાલે ઝપર પર પણ કેસ દાખલ કર્યો હતો.

અતીકની પત્નીના પિયરની સામે છે આ ઘર
અતીક અહેમદના વકીલ ખાન સૌલત હનીફે કહ્યું, 'આજે જે મકાન ચકિયામાં 297/205 તોડી પાડવામાં આવી રહ્યું છે તે બેનામી સંપત્તિ નથી. આ મકાન ઝફર અહેમદ ખાનનું છે. ઝફર મૂળ બાંદાનો રહેવાસી છે. આ મકાનને ઝફરના પિતાએ પોતાના પૈસાથી ખરીદ્યું હતું. તેની સામે અતીક અહેમદની પત્નીનું પિયર છે. અતીક અહેમદનું ચકિયા સ્થિત મકાન તોડી પડાતા તે પોતાના પિયરમાં જ રહેતી હતી.'

ઘટના સાથે જોડાયેલા અપડેટ્સ
યુપી બીજેપીના મહાસચિવ જેપીએસ રાઠોડે કહ્યું, 'હું ગુનેગારોને કહેવા માંગુ છું કે જો પકડાઈ જાઓ તો બહુ પસ્તાવો ન કરો. વાહન પલટી પણ શકે છે. જો આવું થશે તો તે પોતે જ જવાબદાર રહેશે.
ઉમેશની હત્યાના દિવસે સદાકત ખાન અને અતીકના ચોથા નંબરના સગીર પુત્ર એજમ વચ્ચે વોટ્સઅપ પર વાત થઈ રહી હતી. પોલીસે આ વાતચીત જપ્ત કરી છે. કેટલીક ચેટ ડીલીટ પણ કરવામાં આવી છે.

કોર્ટે બુધવારે સદાકતને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.
પ્રયાગરાજ હત્યા કેસમાં અતીકની પત્ની શાઇસ્તા પરવીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પત્રમાં મુખ્યમંત્રી યોગીએ ઉમેશ પાલ હત્યા કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે.

સરકાર એક્શનમાં, એકનું એનકાઉન્ટર; બેની ધપકડ
ઉમેશ પાલ હત્યાકાંડ પછી CM યોગીએ વિધાનસભામાં જાહેર કર્યું કે માફિયાઓને ધૂળ ચાટતાં કરી દઈશું. ત્યાર પછી પોલીસ અને વહીવટીતંત્ર એક્શનમાં દેખાઈ રહ્યું છે. એક આરોપી અરબાઝનું એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. સદાકત નામના આરોપીને પકડવામાં આવ્યો છે. હત્યાકાંડમાં વપરાયેલી ક્રેટા ગાડીના માલિક બિરયાની વેચનાર નફીસને પણ પોલીસે કસ્ટડીમાં લીધો છે.

પ્રતીકની પત્ની, ભાઈ સહિત સંપૂર્ણ પરિવાર પર FIR
ઉમેશ પાલની પત્ની જયા પાલની ફરિયાદ પર ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં અતીક અહેમદ, તેમના ભાઈ અશરફ, તેમની પત્ની શાઇસ્તા પરવીન, તેમના બે દીકરા, તેમના સાથી ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામની સાથે જ અન્ય લોકો વિરુદ્ધ FIR કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post