• Home
  • News
  • ઉમરાનની ખાસ સિદ્ધિ:IPLમાં 20મી ઓવર મેડન ફેંકી, પંજાબની કુલ 4 વિકેટ પણ પડી; ઈરફાન સહિત દિગ્ગજોના ક્લબમાં એન્ટ્રી
post

આ સિઝનમાં ઉમરાન મલિક ફાસ્ટ બોલિંગની સાથે વિકેટ્સ પણ લઈ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-18 10:28:29

મુંબઈ: પંજાબ કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર બોલિંગ કરી હતી. મુંબઈના ડિવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં SRHના બોલર ઉમરાન મલિકે ઈનિંગની 20મી ઓવર મેડન ફેંકી હતી. આ દરમિયાન તેની ઓવરમાં 1 રનઆઉટ સહિત કુલ 4 વિકેટ પડી હતી. જેના કારણે પંજાબ આ મેચમાં પહેલા બેટિંગ કરતા માત્ર 151 રન જ કરી શક્યો હતો. તો ચલો આપણે આ રોમાંચક ઓવર પર નજર ફેરવીએ....

ઉમરાન મલિકની છેલ્લી ઓવર...

·         19.1- એકપણ રન નહીં

·         19.2- ઓડિન સ્મિથ ક્લીન બોલ્ડ

·         19.3- એકપણ રન નહીં

·         19.4- રાહુલ ચાહર ક્લીન બોલ્ડ

·         19.5- વૈભવ અરોરા ક્લીન બોલ્ડ

·         19.6- અર્શદીપ સિંહ રનઆઉટ

ઉમરાનનું શાનદાર પ્રદર્શન
ઉમરાન મલિક પોતાના આક્રમક પ્રદર્શનથી લોકોને ઈમ્પ્રેસ કરી રહ્યો છે. પંજાબ વિરૂદ્ધની મેચમાં પણ ઉમરાન મલિકે પોતાની 4 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ લીધી હતી. જેમાં છેલ્લી ઓવરમાં તેણે ત્રણ બેટરને ક્લીન બોલ્ડ કર્યા હતા. જ્યારે છેલ્લા બોલ પર અર્શદીપ સિંહ રનઆઉટ થતા આ ઓવરમાં કુલ 4 વિકેટ પંજાબની પડી ગઈ હતી.

IPLમાં ઉમરાનનો દબદબો
આ સિઝનમાં ઉમરાન મલિક ફાસ્ટ બોલિંગની સાથે વિકેટ્સ પણ લઈ રહ્યો છે. તેણે અત્યારસુધી 6 મેચમાં 9 વિકેટ લીધી છે. જેમાં સતત 145 KMPHથી 150 KMPH સુધી બોલ ફેંકી તે બેટરને મુશ્કેલીમાં મુકતો નજરે પડી રહ્યો છે.