• Home
  • News
  • ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
post

રાજકોટ, અંબાજી, મહેસાણાના વસઇમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 08:59:02

અમદાવાદઃ શહેરના સરખેજ, વેજલપુર, ઘાટલોડિયા, બોપલ, સનાથળ, શાંતિપુરા, મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપ, મોટેરા, જીવરાજ પાર્ક, ગોતા, થલતેજમાં ગાજવીજ સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે બોપલમાં વીજળી ગુલ થયાની ફરિયાદો ઉઠી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારો ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, ઈશનપુર, નારોલ, જશોદાનગર, ઘોડાસર, રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, વટવા, રખિયાલ, બાપુનગર, ગોમતીપુરમાં પણ માવઠું થયું છે. ધોળકા પંથકમાં પણ વરસાદ પડ્યો છે. નડિયાદમાં રાત્રે માવઠું થયું છે. રાજકોટ, અંબાજી, મહેસાણાના વસઇમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.


હવામાન વિભાગે 48 કલાકની આગાહી આપી
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. એક તરફ ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઇ કાલથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ જંગીમાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post