• Home
  • News
  • દેશમાં મે મહિનામાં બેરોજગારી દર 27 ટકાથી ઉપર, અસંગઠીત ક્ષેત્રમાં કામ કરનારને સૌથી વધારે નુકસાન
post

સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમીએ 3 મેના રોજ એક સરવે અહેવાલ પ્રકાશિત કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 09:57:08

નવી દિલ્હી: કોરોનાને લીધે દેશમાં લાગુ લોકડાઉનને લીધે દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) એ દેશમાં બેરોજગારી અંગે એક સરવે અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ સરવે અહેવાલ પ્રમાણે 3,મે 2020ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં બેરોજગારીનો દર વધીને 27.1 ટકા પહોંચી ગયો છે.

એપ્રિલમાં 14.80 ટકા બેરોજગારી
આ અગાઉ પ્રકાશિત સરવે અહેવાલ પ્રમાણે એપ્રિલ 2020માં બેરોજગારી દર વધીને 23.50 ટકા પહોંચી ગયો હતો. એપ્રિલ મહિનામાં બેરોજગારી દરમાં 14.80 ટકાનો વધારો થયો છે. માર્ચ મહિનાની તુલનામાં એપ્રિલમાં બેરોજગારી દર ખૂબ જ ઝડપથી વધ્યો હતો.

અસંગઠીત ક્ષેત્રોમાં બેરોજગારી વધી

CMIEના ચીફ એક્ઝિક્યુટીવ મહેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે લોકડાઉન લાંબા સમય સુધી ચાલવાના સંજોગોમાં બેરોજગાર લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. શરૂઆતમાં અસંગઠીત ક્ષેત્રોમાં કામ કરતા લોકોની નોકરી ગઈ છે. પણ હવે ધીમે ધીમે સંગઠીત અને સુરક્ષિત નોકરીઓ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. સ્ટાર્ટઅપએ લે-ઓફની જાહેરાત કરી છે અને ઉદ્યોગ સંઘોએ નોકરીને નુકસાન થવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. વ્યાસે કહ્યું કે નોકરીની શોધ કરી રહેલા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. 3 મેના રોજ 36.2 ટકા થઈ ગઈ હતી, જે અગાઉ 35.4 ટકા હતી.

12 કરોડથી વધારે લોકો બેરોજગાર
CMIE
ના અભ્યાસમાં એવો અંદાજ દર્શાવવામાં આવ્યો છે કે એપ્રિલમાં દૈનિક વેતન પર નિર્ભર શ્રમિકો અને નાના વ્યવસાયીકો સૌથી વધારે બેરોજગાર બન્યા છે. સરવે પ્રમાણે 12 કરોડ (122 મિલિયન)થી વધારે લોકોએ નોકરી ગુમાવી છે. તેમા ફેરીયાઓ, ફૂટપાથ પર રહેલા પાથરણાવાળા, નિર્માણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ તથા રિક્ષા ચલાવનાર લોકોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અસંગઠીત ક્ષેત્રમાં નોકરી પર નજર રાખવા માટે અનેક સરકારી મેટ્રિક્સ અપનાવવામાં આવે છે. જેમ કે CMIE સરવે લેબર માર્કેટ પર નજર રાખવા માટે એક પ્રોક્સી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post