• Home
  • News
  • કેન્દ્રીય ગૃહમંત્રી ચાર દિવસ ગુજરાતમાં:અમિત શાહ 7 મહિના બાદ આજે ગુજરાત આવશે, 17 ઓક્ટોબર સુધી રાજ્યમાં રહેશે; માણસા માતાજીના મંદિરે પૂજા-આરતી કરશે
post

અગાઉ 17 ઓક્ટોબર આવવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 11:53:02

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 મહિના બાદ ગુજરાત આવશે. તેઓ 17મી ઓક્ટોબર સુધી રાજ્યમાં ચાર દિવસ રોકાણ કરશે. આ અગાઉ તેઓ 17મી ઓક્ટોબરે રાજ્યમાં આવવાના હતા, પરંતુ તેમના પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે અને આજે સાંજે જ અમદાવાદ આવી પહોંચશે.

કેન્દ્રીય ગૃહમંત્રી 17મીએ દિલ્હી પરત ફરશે
લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે 4 વાગે અમદાવાદ આવશે. તા.17મી સુધી અમિત શાહનો પડાવ ગુજરાતમાં રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અમિત શાહ ગુજરાતમાં રોકાશે. તેઓ અગાઉ 17મીએ ઓક્ટોબરે આવવાના હતા, પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. તેઓ વિધાનસભા ચૂંટણીને લઈને બેઠકો કરે એવી શક્યતા સેવાઈ રહી છે. 17મી ઓક્ટોબરે પરત દિલ્હી ફરે એવી શક્યતા છે.

શાહ શનિ-રવિ નવરાત્રિ પર ગુજરાતમાં રહેવાના હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા શનિ-રવિ અમદાવાદ આવવાના હતા. તેઓ નવરાત્રિનું પર્વ હોવાથી પોતાના વતન માણસા ખાતે પૂજા તેમ જ આરતીમાં ભાગ લેવા ગુજરાતમાં બે દિવસનું રોકાણ કરવાના હતા. અમિત શાહ દર નવરાત્રિએ પોતાના પરિવાર સાથે માણસામાં માતાજીની આરતી-પૂજામાં ભાગ અવશ્ય લે છે.

શાહ નવરાત્રિમાં 2011ના વર્ષને છોડીને તેમણે દર વર્ષે અચૂક મંદિરે દર્શન કર્યાં છે
અમિત શાહ પહેલેથી જ માણસાના બહુચર માતાજી પર ખૂબ આસ્થા છે, આથી તેમની જ તેઓ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓ આ મંદિરે નવરાત્રિએ માતાજીનાં દર્શને આવી રહ્યા છે. નોંધનીય છે કે અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. અત્યારસુધી ફક્ત વર્ષ 2011માં તેઓ નવરાત્રી દરમિયાન માતાજીનાં દર્શને આવી શક્યા ન હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post