• Home
  • News
  • મહેસાણાનાં 155 ગામમાં અનોખો સ્પિરિટ પ્રોજેક્ટ, આપઘાતના કિસ્સા રોકવા બેંકની જેમ લોકર બનાવાયાં, જેમાં રોજ જંતુનાશક દવા મુકાય છે
post

દેશમાં 2019માં 35,882 આત્મહત્યા પોઇઝનથી થઈ, જેમાંથી 6992 ઝેરી દવા પીવાથી થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 10:10:02

ગુજરાતમાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનાં બનાવો રોકવા માટે મહેસાણા જિલ્લાનાં 155 ગામોમાં અનોખો સ્પિરિટપ્રોજેક્ટ શરૂ થયો છે, જેમાં જંતુનાશક દવાઓને 5300 જેટલા લોકરોમાં પૂરીને રખાય છે. ગામોમાં ગુસ્સામાં કે ક્ષણિક આવેગમાં આવીને આત્મહત્યા કરવા માટે ઘરમાં કે ખેતરમાં પડેલી દવા હાથવગી હોઇ લોકો આત્મહત્યા કરી લેતા હોય છે.

ઉત્તર ગુજરાતનાં ધરોઇ ગામના સરપંચ અને ખેડૂતો જણાવ્યું કે, એક વર્ષ પહેલાં પ્રોજેક્ટ શરૂ થયો ત્યારબાદ ગામમાં જંતુનાશકથી કોઇ અનિચ્છનીય બનાવ નથી બન્યો. ખેડૂત ધનાજી ભાટીએ જણાવ્યું હતું કે, આત્મહત્યા રોકવાનો આ પ્રયાસ ખૂબ જ અસરકારક છે.

આ પ્રોજેક્ટ વિશે ગુજરાતનાં સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર (મેન્ટલ હેલ્થ) ડો. અજય ચૌહાણે જણાવ્યું હતું કે, લોકરમાં બે ચાવી હોય છે. એક ચાવી ખેડૂત કે દવાનાં માલિક પાસે જ્યારે બીજી કેર ટેકર પાસે રહે છે. રજિસ્ટર્ડમાં એન્ટ્રી પછી દવા મળે છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડઝ બ્યુરોનાં 2019નાં આત્મહત્યાનાં આંકડા પર નજર નાંખીએ તો દેશમાં 35,882 લોકોએ વિવિધ પોઇઝનિંગથી આત્મહત્યા કરી, જ્યારે 6962 લોકોએ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી હતી.

રાજ્યમાં બે વર્ષમાં 14,072 લોકોએ આત્મહત્યા કરી
વિશ્વમાં 10 સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ચોંકાવનારી વાત એ કે, રાજ્યમાં દરરોજ 21થી વધુ લોકો વિવિધ કારણોસર આત્મહત્યા કરે છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 14,072 લોકોએ આત્મહત્યા કરી છે, જેમાં રાજ્યમાં સુરત પ્રથમ, અમદાવાદ બીજા અને રાજકોટ ત્રીજા ક્રમે છે. તેમજ યંગસ્ટર્સમાં આત્મહત્યાનાં પ્રમાણ વધ્યું છે. આત્મહત્યા કરતા અટકાવવા માટે કાર્યરત સંસ્થામાં પણ આત્મહત્યા સંબંધી ફોનકોલ્સ પણ ચાર ગણના વધી રહ્યા હોવાનું સાઇકોલોજિસ્ટો જણાવી રહ્યા છે.

મહિલાઓ કરતાં પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ
નેશનલ એસોસિએશન ઓફ સુસાઇડ પ્રિવેન્શન સેન્ટરે આત્મહત્યા કરનારા અને તેમની સ્થિતિ અંગે આંકડા જાહેર કર્યા છે. બે વર્ષના આત્મહત્યાના આંકડા જાહેર કરતા રોજે એવરેજ 21 લોકો આત્મહત્યા કરે છે. કુલ 7655 લોકોએ આત્મહત્યા કરી હતી. તે પૈકી 5168 પુરુષો, 2486 મહિલાએ આત્મહત્યા કરી છે. મહિલાઓ કરતાં પુરુષોએ વધુ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સાથ સંસ્થાએ જણાવ્યું હતું કે મનથી કંટાળેલા અને નબળા વિચારો ધરાવતા લોકો સાથે માનસિક અને લાગણી દર્શાવીને આપઘાત કરતા નિવારી શકાય છે.

આત્મહત્યાનાં કારણો

·         2139 લોકોએ પારિવારિક સમસ્યાઓને લીધે

·         1634 મેડિકલ લઇને અને ક્રોનીકલ ઇલનેસ

·         495 પ્રેમ સંબંધને લીધે

·         180 પરીક્ષાની તાણ કે પરિણામને લીધે

·         219 બેરોજગારીની લીધે

·         1733 ડ્રગ્સ, શાને લીધે

·         2377 પરિજનના મોતનો આઘાત ને લીધે

·         1733 લોકોએ અન્ય કારણોસર

 

adv

Related News

post
post
post
post
post
post
post