• Home
  • News
  • મેઘ કહેર:સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો, વીજળી પડતાં 5નાં મોતઃ આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા
post

દાંતા-અંબાજીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 09:06:39

થોડા દિવસના વિરામ પછી રવિવારે ફરીથી ઉત્તર ગુજરાત અને અમરેલી અને પુના સહિતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબક્યો હતો. અંબાજીમાં 3 ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4 લોકોના મોત થયા હતા જ્યારે ખાંભામાં 1 વ્યક્તિનું મોત થયું હતું.

રવિવારે ઉત્તર ગુજરાતમાં ફરી મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. જેમાં અંબાજીમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉ.ગુ.માં વીજળી પડવાથી 4 લોકોના અને ઝાડ પડવાથી એક બાઇકચાલકનું મોત થયું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં વીજળી પડતાં એકનું મોત થયું છે. મહેસાણા જિલ્લામાં ઊંઝા અને ખેરાલુમાં દોઢ, મહેસાણા, વિસનગર અને વિજાપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં એક તેમજ હારિજ અને ચાણસ્મામાં અડધો ઇંચ વરસાદ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં દાંતા-અંબાજીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહ્યું હતું.

ભિલોડામાં એક કલાકમાં એક અને ઇડરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગીરગઢડામાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ઝુડવડલી, સીમાસી, કાણકીયા, આંબાવડ, રેવદમાં અઢીથી 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ગીર જંગલના ઉપરવાસમાં 3 ઇંચ જયારે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા બે ઇંચ વરસાદ ખાબકયાે હતાે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે સાઇક્લોનિક સરક્યુલેશનથી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

આકાશી વીજળીએ આ પાંચ લોકોનો ભોગ લીધો
મહેસાણા તાલુકાના પઢારિયા ગામે ટ્રેકટરની ટ્રોલી નીચે બેઠેલા ડાભલા(વસઇ) ગામના રમણજી દિવાનજી ઠાકોર અને દિલીપજી જયંતિજી ઠાકોર નામના બે શ્રમિકોનાં વીજળી પડવાથી મોત થયા હતા. જ્યારે 3ને ઇજા થઇ હતી. તો મોડાસાના નાદીસણ ગામે વીજળી પડતાં પગી જયંતીભાઈ સોમાભાઈનું અને ભિલોડાના માંકરોડામાં નિવૃત્ત આર્મીમેન સુરેશભાઈ થાવરાજી ગામેતીનું મોત થયું હતું. ખાંભાનાં ગાેરાણાના બાબુભાઇ હમીરભાઇ રામનુ માેત થયુ હતુ.

adv

Related News

post
post
post
post
post
post
post