• Home
  • News
  • યુપી વોરિયર્સનો 3 વિકેટે રોમાંચક વિજય:ગ્રેસ હેરિસે 59 રનની આતશી ઇનિંગ રમીને ગુજરાત ટીમના મોઢામાંથી જીતનો કોળિયો ઝૂંટવી લીધો
post

ગ્રેસ હેરિસે તોફાની 26 બોલમાં 59* રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. કિરણ નવગિરેએ 53 રન બનાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-06 18:15:37

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેની મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં રોમાંચક મેચમાં યુપી વોરિયર્સનો શાનદાર વિજય થયો હતો. યુપીએ ગુજરાતને 3 વિકેટે હરાવ્યું હતું. ગ્રેસ હેરિસે તોફાની 26 બોલમાં 59* રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. કિરણ નવગિરેએ 53 રન બનાવ્યા હતા. જ્યારે સોફી એક્લેસ્ટને 12 બોલમાં 22* રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ તરફથી સૌથી વધુ કીમ ગાર્થે 5 વિકેટ ઝડપી હતી, જ્યારે માનસી જોશી અને એનાબેલ સધરલેન્ડે 1-1 વિકેટ લીધી હતી.

26 બોલમાં 70 રન બનાવી લીધા
યુપી વોરિયર્સે 15.4 ઓવરમાં 105 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને 65 રનની જરૂર હતી અને જીત દૂર દેખાતી હતી. પરંતુ, ટીમની બેટર ગ્રેસ હેરિસ ક્રિઝ પર હતી. તેની સાથે સોફી એક્લેસ્ટન પણ જોડાઈ હતી. બન્નેએ 19.5 ઓવરની બેટિંગ કરી અને 26 બોલમાં 70 રન ઉમેરી યુપીને જીત અપાવી હતી.

બન્નેએ 18મી ઓવરથી આક્રમક બેટિંગ કરી હતી. કીમ ગાર્થે ઇનિંગની આ ઓવર નાંખી, તેમાં 20 રન બનાવ્યા હતા. બન્નેએ 19મી ઓવરમાં એશ્લે ગાર્ડનરની બોલિંગમાં 14 રન બનાવ્યા હતા. છેલ્લા 6 બોલમાં 19 રનની જરૂર હતી. હેરિસે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. પછીનો બોલ વાઈડ હતો, બીજા બોલ પર 2 અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પછી ફરી બોલ વાઈડ ગયો અને ચોથા પર ગ્રેસ હેરિસે ચોગ્ગો ફટકાર્યો હતો. યુપીને માટે મેચ જીતવા માટે 2 બોલમાં એક રનની જરૂર હતી અને હેરિસે સ્ક્વેર લેગ પર છગ્ગો ફટકારીને ટીમને રોમાંચક મેચમાં જીત અપાવી હતી.

આવી રીતે પડી યુપી વોરિયર્સની વિકેટ...

પહેલી: કીમ ગાર્થે એલિસા હીલીને બોલ નાખ્યો હતો. જેને તે શોટ મારવા ગઈ હતી, પરંતુ તે કીમે ફોલોથ્રૂમાં જ શાનદાર કેચ કર્યો હતો.

બીજી: કીમે બીજી વિકેટ લેતા શ્વેતા સેહરાવતને આઉટ કરી હતી. તેનો કેચ શોર્ટ-થર્ડ પર માનસી જોશીએ કર્યો હતો.

ત્રીજી: કીમે તાહિલીયા મૈક્ગ્રાને બોલ નાખ્યો હતો. જેને એડ્જ થતાં પહેલી સ્લિપમાં બોલ ગયો હતો. જ્યાં ઊભેલી દયાલન હેમલતાએ કેચ કરી લીધો હતો.

ચોથી: દીપ્તિ શર્મા માનસી જોશીની બોલિંગમાં બોલ્ડ થઈ હતી.

પાંચમી: કીમ ગાર્થે ફિફ્ટી પૂરી કરી ચૂકેલી કિરણ નવગિરેને આઉટ કરી હતી.

છઠ્ઠી: સતત બીજા બોલે વિકેટ લેતાં કીમ ગાર્થે પાંચમી સફળતા મેળવી હતી. તેણે સિમરન શેખને બોલ્ડ કરી હતી.

સાતમી: એનાબેલા સધરલેન્ડે ઑફ કટર નાખ્યો હતો. જેને દેવિકા વૈધથી ટાઇમિંગ નહોતું અને બોલ મિડ-ઑફ સાઇડ ગયો હતો. ત્યાંથી દયાલન હેમલતાએ દોડીને કેચ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post