• Home
  • News
  • પાકિસ્તાનનું આતંકવાદને સમર્થન આપવું ભારત સાથેની વાતચીતમાં સૌથી મોટું વિઘ્ન-અમેરિકા
post

અમેરિકાએ ફરી એક વાર ભારત સાથે ખરાબ સંબંધોના કારણે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-22 10:31:06

 વોશિંગ્ટન: અમેરિકાએ ફરી એક વાર ભારત સાથે ખરાબ સંબંધોના કારણે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. અમેરિકાના દક્ષિણ-મધ્ય એશિયાઈ મામલે વિદેશ ઉપમંત્રી એલિસ જી વેલ્સે મંગળવારે કહ્યું કે, ટ્રમ્પ સરકાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972ના શિમલા એગ્રીમેન્ટ અંતર્ગત સીધી વાતચીતના સમર્થક છે. પરંતુ પાકિસ્તાનની સીમાપાર આતંકવાદને સતત પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન તેમાં એક મોટું વિઘ્ન છે.

સંસદમાં વિદેશ મામલે એક કમિટી સામે વેલ્સે કહ્યું હતું કે, બંને દેશોએ તેમનો તણાવ ઓછો કરવા માટે વાતચીત કરવી જોઈએ. 1972ની શિમલા સમજૂતીમાં પણ આ જ વાત કરવામાં આવી છે. 2006-07માં સમજૂતીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે દરમિયાન બંને દેશોમાં કાશ્મીર સહિત ઘણાં મુદ્દાઓ પર ઘણી પ્રગતિ થઈ હતી. ઈતિહાસથી ખબર પડી છે કે, વાતચીતથી શું શક્ય છે.

વેલ્સે કહ્યું કે, એક વાર ફરી ઉપયોગી દ્વીપક્ષીય વાર્તા શરૂ કરવા માટે બંને દેશોની વચ્ચે વિશ્વાસ ખૂબ જરૂરી છે. પરંતુ ભારતમાં આતંકવાદ ફેલાવા માટે પાકિસ્તાનનું આતંકીઓને સમર્થન કરવું બંને દેશો વચ્ચેની વાતચીતમાં એક મોટું વિઘ્ન છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં જ કહ્યું છે કે, કાશ્મીર વિરુદ્ધ હિંસા ફેલાવનાર આતંકી કાશ્મીરીઓ સાથે પાકિસ્તાનના પણ દુશ્મન છે. વેલ્સે તેમના આ નિવેદનનું સ્વાગત કરતા કહ્યું છે કે, બંને દેશો વચ્ચે સફળ વાતચીત માટે જરૂરી છે કે, પાકિસ્તાન તેમના વિસ્તારમાં છુપાયેલા આતંકીઓ અને કટ્ટરપંથીયો વિરુદ્ધ કડક પગલાં લે.

વેલ્સે કહ્યું, પાકિસ્તાનના લશકર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકીઓને મદદ આપવાના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો અસ્થિર થયા છે. આતંકીઓ દ્વારા લેવામાં આવતા આ પગલાંના કારણે પાકિસ્તાનની નીતિઓ પણ જવાબદાર છે.

ભારત તરફથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા પછી કાશ્મીરની સ્થિતિ પર વેલ્સે તેમના રિપોર્ટમાં કહ્યું છે કે, રાજ્યમાં સ્થિતિ હજી પણ તણાવ ભરેલી છે. સેનાએ ગયા સપ્તાહમાં અલગ-અલગ જગ્યાએ આતંકીઓને ઠાર કર્યા છે. અમને ચિંતા છે કે, સ્થાનિક અને વિદેશી આતંકી સામાન્ય લોકો અને વેપારીઓને ડરાવીને સ્થિતિ સામાન્ય થતા રોકી રહ્યા છે. અમેરિકા કાશ્મીરીઓના શાંતિથી થઈ રહેલા પ્રદર્શનને સમર્થન કરી રહ્યા છે પરંતુ આતંકીઓના હિંસા ભડકાવવાના પ્રયત્નોની નિંદા કરી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post