• Home
  • News
  • US Open 2022: હીરા જડિત બૂટ પહેરીને સેરેના વિલિયમ્સ ઉતર્યા મેદાનમાં
post

સેરેનાના બૂટ પણ ખૂબ ખાસ હતા. તેમના બૂટ પર એક જગ્યાએ તેમના નામના શરૂઆતી અક્ષર S અને W લખેલુ હતુ. ફૂટ પર નાના-નાના ડાયમંડથી ‘mama’, ‘queen લખેલુ હતુ.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-30 18:09:40

વોશિંગ્ટન: યુએસ ઓપનમાં આ વર્ષે ભલે અમુક દિગ્ગજ ખેલાડી ભાગ લઈ રહ્યા હોય પરંતુ તમામની નજર સેરેના વિલિયમ્સ પર ટકેલી છે. ટેનિસને અલવિદા કહેવા જઈ રહેલા સેરેનાએ યુએસ ઓપનમાં પહેલા તબક્કાની મેચ જીતી લીધી છે. સેરેનાએ મોંટેનીગ્રોની 80મી રેન્કિંગ વાળી દાંકા કોવિનિચને 6-3, 6-3થી હરાવ્યા. 

જોકે મેચમાં સેરેનાની રમત કરતા વધારે તેમના ડ્રેસની ચર્ચા થઈ. સેરેના ખાસ લુકમાં કોર્ટ પર પહોંચી હતી. આ લુકની તમામ બાબત ખાસ હતી. 

સેરેનાએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. જેની પર સ્ટાર જેવા સ્ટોન લાગેલા હતા. તેમના સ્કર્ટ ઉપર 6 લેયર છે જે તેમના છ યુએસ ઓપન ખિતાબને દર્શાવે છે. સેરેના જ્યારે કોર્ટ પર આવ્યા ત્યારે ડ્રેસની ઉપર એક જેકેટ પહેરેલુ હતુ તે પણ ડ્રેસના જ ડિઝાઈનનુ હતુ. 

સેરેનાના બૂટ પણ ખૂબ ખાસ હતા. તેમના બૂટ પર એક જગ્યાએ તેમના નામના શરૂઆતી અક્ષર S અને W લખેલુ હતુ. ફૂટ પર નાના-નાના ડાયમંડથી ‘mama’, ‘queen લખેલુ હતુ.

સેરેના વિલિયમ્સે જ્યારે 1999માં 17 વર્ષની ઉંમરે પહેલુ યુએસ ઓપન ગ્રેન્ડસ્લેમ જીત્યુ હતુ ત્યારે વાળમાં સફેદ મોતી પહેર્યા હતા અને હવે 40 વર્ષની ઉંમરે તે પોતાની છેલ્લી ટુર્નામેન્ટ રમી રહી છે તો તેમની દિકરી ઓલંપિયાએ માતાની જેમ જ હેર સ્ટાઈલ કરી છે.