• Home
  • News
  • US પ્રેસિડેન્ટનું વિદાય ભાષણ:ટ્રમ્પે કહ્યું- કોઈ યુદ્ધ વિનાના દાયકાના પ્રથમ રાષ્ટ્રપતિ હોવાનું ગૌરવ, નવી સરકારને અભિનંદન
post

કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓને બાઈડન-કમલાની શ્રદ્ધાંજલિ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 11:21:31

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે. થોડા કલાકો પછી જ પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન USના નવા રાષ્ટ્રપતિ બની જશે. આ અગાઉ ટ્રમ્પે મંગળવારે પોતાના વિદાય ભાષણમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ દર્શાવી અને નવી સરકારને અભિનંદન આપ્યાં. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું, મને કોઈ યુદ્ધ વિનાના દાયકામાં પ્રથમ રાષ્ટ્રપતિ બનવા અંગે ગર્વ છે. આપણે અમેરિકાની તાકાતને ઘરમાં સ્થાપી અને બહાર પણ અમેરિકન લીડરશિપને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. આપણે દુનિયાને ચીનની વિરુદ્ધ એકત્ર કરી, આવું અગાઉ ક્યારેય બન્યું નથી.

ટ્રમ્પના ભાષણની 5 વાત

1. કેપિટલ હિલ પર થયેલા હિંસક હુમલાની નિંદા કરી
19
મિનિટના પ્રી-રેકોર્ડેડ વિડિયોમાં ટ્રમ્પે 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ પર થયેલી હિંસાની નિંદા કરી. તેમણે કહ્યું હતું કે અમેરિકા અવિશ્વસનીય, સભ્ય, વિશ્વાસપાત્ર અને શાંતિપ્રિય લોકોનો દેશ છે. અહીં તમામ લોકો ઈચ્છે છે કે આપણો દેશ આગળ વધે અને નવી ઊંચાઈઓને સ્પર્શે.

2. કાર્યકાળને યાદ કર્યો
પોતાના કાર્યકાળને યાદ કરીને ટ્રમ્પે કહ્યું હતું કે 4 વર્ષ અગાઉ આપણે દેશને ફરી સક્ષમ બનાવવા, તેની ભાવનાને ફરીથી રિન્યૂ કરવા અને લોકો માટે સરકારની નિષ્ઠાને સ્થાપિત કરવા માટે એક રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે 2016માં તેમને ચૂંટવા બદલ પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સન્માનને તેઓ શબ્દોમાં વ્યક્ત કરી શકશે નહીં.

3. પોતાની ઉપલબ્ધિઓ પણ ગણાવી
આપણે સૌએ અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે એક મિશન શરૂ કર્યું. આપણે દુનિયાના ઈતિહાસમાં સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું. તેમણે ઐતિહાસિક મિડલ ઈસ્ટમાં અબ્રાહમ અકોર્ડનો પણ ઉલ્લેખ કર્યો.

4. ચીન અને કોરોનાનો પણ ઉલ્લેખ
આપણે ચીન પર ઐતિહાસિક ટેરિફ લગાવ્યા. ચીનની સાથે એક મોટી ડીલ કરી, પરંતુ આ અગાઉની સ્યાહી સુકાય એ પહેલાં આપણે અને આખી દુનિયા ચાઈનીઝ વાઇરસની ઝપટમાં આવ્યાં. આપણા વ્યાપાર સંબંધો ઝડપથી બદલાઈ રહ્યા હતા. અબજો ડોલરનું રોકાણ અમેરિકામાં થઈ રહ્યું હતું પણ વાઇરસે આપણને એક અલગ દિશામાં જવા માટે મજબૂર કરી દીધા.

5. મેલાનિયા અને પરિવારનો આભાર માન્યો
હું બાઈડન શાસનની સફળતા માટે પણ શુભકામના આપું છું. નવા શાસનનું સ્વાગત છે અને અમેરિકાને સુરક્ષિત અને સમૃદ્ધ રાખવા માટે પ્રાર્થના કરું છું. ફેરવેલ સ્પીચમાં ટ્રમ્પે પત્ની મેલાનિયા અને પરિવારનો આભાર માન્યો. આ સાથે જ તેમણે ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સનો પણ આભાર માન્યો.

કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓને બાઈડન-કમલાની શ્રદ્ધાંજલિ

કોરોનાના લીધે જીવ ગુમાવનારા અમેરિકન લોકોને બાઈડન અને વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસે શ્રદ્ધાંજલિ આપી. લિન્કન મેમોરિયલ ખાતે આયોજિત કાર્યક્રમમાં બાઈડને કહ્યું હતું કે અનેકવાર યાદ રાખવું કઠિન હોય છે, પરંતુ આનાથી જ ઘા રુઝાય છે. એક રાષ્ટ્ર તરીકે આમ કરવું જરૂરી છે. આ કારણથી જ આપણે અહીં છીએ.

adv

Related News

post
post
post
post
post
post
post