• Home
  • News
  • મોટેરા સ્ટેડિયમમાં જોવા મળ્યો જનસૈલાબ, સ્ટેડિયમ બહાર ચુસ્ત બંદોબસ્ત
post

મોટેરા સ્ટેડિયમ બહાર 16 સ્થળે પીવાના પાણીના સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 10:23:27

અમદાવાદઃ યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 11.30 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચવાના છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના આગમનના એકાદ કલાક પહેલા પહોંચશે. ટ્રમ્પ અને મોદી એરપોર્ટ આયોજીત કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રોડ શૉ થકી ગાંધી આશ્રમ પહોંચશે, ત્યાંથી પરત એરપોર્ટ તાજ સર્કલથી મોટેરા સ્ટેડિયમ જશે. સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નિર્ધારિત આયોજન પ્રમાણે કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહેલા લોકોનો ધસારો સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે લોકો સ્ટેડિયમમાં આવી રહ્યાં છે તેને જોઇને જનસૈલાબ ઉમટ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકોનું અભિવાદન જીલ્યા બાદ ટ્રમ્પ 3.30 વાગ્યે આગ્રા જવા નીકળશે.

મોટેરા સ્ટેડિયમ બહાર 16 સ્થળે પાણીની વ્યવસ્થા :
મોટેરા સ્ટેડિયમ બહાર 16 સ્થળે પીવાના પાણીના સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક સ્ટોલ પર ઓછામાં ત્રણ લોકોને વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવવામાં આવ્યા છે.

મોટેરામાં 1.10 લાખ લોકો વચ્ચે 3.00 વાગે સુધી રહેશે
સ્ટેડિયમની આસપાસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. નાગાલેન્ડ, આસામ સહિત વિવિધ રાજ્યોના કલાકાર, સંગીત-નૃત્યનો કાર્યક્રમ રજૂ કરશે. સૂફી ગાયક કૈલાસ ખેર, સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે સહિત અનેક કલાકારોના વિવિધ કાર્યક્રમ પણ આ દરમિયાન રજૂ થશે. ત્યાર પછી સૌથી પહેલાં મોદીનું ભાષણ થશે, તેઓ અમેરિકા-ભારતના સંબંધો અંગે વાત કરશે. ત્યારપછી ટ્રમ્પનું ભાષણ યોજાશે. તેઓ મોદી સાથે મિત્રતાની વાત કરશે, ભારત સાથેના સંબંધો અંગે પણ જણાવશે. ભારતના લોકતંત્રની વાતની સાથે અમેરિકામાં વસેલા ભારતીયોની સાથે ગુજરાતીઓનો પણ ઉલ્લેખ કરશે. ત્યારપછી ટ્રમ્પ અને મેલેનિયા મોદીની સાથે બધાનું અભિવાદન કરશે. મોદી અને ટ્રમ્પ પરિવાર ઓપન જીપ્સીમાં સ્ટેડિયમનું ચક્કર લગાવશે.

adv

Related News

post
post
post
post
post
post
post