• Home
  • News
  • અમદાવાદ નજીક બે મોરચે થાય છે વેક્સિન બનાવવાનું કામ, હ્યુમન સેલમાં કોરોના દાખલ કરી શોધાઈ રહ્યો છે મહામારીનો ઉકેલ
post

ઝાઇડસ કેડિલા લેબથી , જ્યાં કોરોના વેક્સિન પર સંશોધન ચાલી રહ્યું છે ત્યાંથી લાઇવરિપોર્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 10:28:47

અમદાવાદ: કાચની એક જાડી દીવાલને પેલે પાર જાણે એવું લાગે કે હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મનો સેટ હોય. જાડા કાચની દીવાલોથી જડેલી કેબિન જેવડા મોટા મોટા અનેક કક્ષ. દરેક રૂમમાં અવકાશયાત્રી પહેરે તેવા સફેદ સૂટ ધારી 12 - 18 લોકો. બધાના એક પ્રકારના સૂટના કારણે તેને પહેરનાર વ્યક્તિ મહિલા છે કે પુરૂષ તે પણ ઓળખવું મુશ્કેલ. બધા એકદમ એકાગ્રતાથી મશીનો પર કામ કરી રહ્યા છે. જાણે અર્જુનને માછલીની આંખ સિવાય બીજું કઇ ના દેખાય તે રીતે અહીયા પણ દરેક વ્યક્તિ પ્રવૃત્ત છે. કોઇ માઇક્રોસ્કોપમાં ઝીણવટથી જોઇ રહ્યું છે તો કોઇ ફરતા મશીનમાં ફિટ કરેલી નાની શીશીઓમાં રંગીન પાણીનું નિરીક્ષણ કરી રહ્યું છે. તો કોઇ ડ્રોપરથી પાણીમાં રંગનું મિશ્રણ કરી રહ્યૂં છે. છેલ્લા ઘણા દિવસોથી અખૂટ ધીરજ અને અત્યંત ઝીણવટપૂર્વક અહીં આ કામગીરી ચાલી રહી છે... 

હકીકતમાં આ દૃશ્ય  ઝાયડસ કેડિલાની અમદાવાદ સ્થિત રિસર્ચ લેબનું. અહીયા 100-200 નહીં પૂરા 1400 રિસર્ચર કોરોના, મતલબ કોવિડ-19ની વેક્સિન શોધવાની  મથામણ કરી રહ્યા છે. લેબની મારી મુલાકાત દરમિયાન લેબોરેટરી સુધી મારી સાથે આવેલી એક વિજ્ઞાનીએ ઇશારામાં પૂછ્યું તો તેણે મંદ હાસ્ય સાથે કહ્યું - તમે બોલી  શકો છો, અમે કાચની આ બાજુ છીએ. લેબમાં શું ચાલી રહ્યું છે એવું પૂછતાં તેમણે કહ્યું કે અહીંયા મુખ્ય બે થીમ પર રસીની શોધ ચાલી રહી છે. પ્રથમ, ડીએનએ બેઝ  વેક્સિન અને બીજી લાઇવ એટેંન્યૂટેડ રિકોમ્બિનેંટ મીઝલ વાઈરસ વેક્ટોરેટ વેક્સિન. 

પ્રથમ થીમમાં વાયરલ મેંબ્રેનના પ્રોટીન પર રિસર્ચ થઇ રહ્યું છે. આના કારણે કોરોના માનવ સેલમાં  પ્રવેશ કરે છે. આ રિસર્ચમાં પ્લાસ્મિડ ડીએનએને હૉસ્ટ સેલમાં  પ્રવેશ કરાવાશે. તેના વાઈરલ પ્રોટીનમાં પરિવર્તન થશે અને સેલ્યુલર તેમજ હ્યૂમોરલ આર્મની મદદથી રોગ પ્રતિકારક શક્તિને મજૂબત કરશે. આ બિલકુલ એ જ  રીતે કામ કરે છે જાણે આપણું શરીર અન્ય રોગો સામે લડે છે.  બીજી થીમમાં કોરોના વાઈરસના કોડોન ઓપ્ટીમાઇઝ પ્રોટીનનું રિવર્સ એન્જિનિયરિંગ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા એન્ટીબોડી તૈયાર કરાશે જે સીધું કોરોના સામે  લડશે. 

રિસર્ચ લેબોરેટરીમાંથી બહાર નીકળીને ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, લેબમાં દરેક થીમ પર અનેક પ્રકારના પ્રયોગો અજમાવવામાં  આવી રહ્યા છે. કેડિલાએ 15 ફેબ્રુઆરીથી આ રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં હજારો ટેસ્ટ થયા છે. માત્ર ભારત નહીં યુરોપમાં પણ અમારી એક ટીમ વેક્સિન સંશોધન પર કામ કરી રહી છે. ભારતીય સેન્ટરોમાં અમે પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન પર કામ કરી રહ્યા છીએ, જ્યારે યુરોપમાં મીઝલ રિવર્સ જેનેટિક પર કામ થઇ રહ્યું  છે. અમે જલ્દી તેની ઘોષણા કરીશું. આ પહેલી વાર નથી અમે 2010માં પણ સ્વાઇન ફ્લૂની વેક્સિન બનાવી હતી. અમને ત્યારે પણ સફળતા મળી હતી અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ સફળતા મળશેજ.

 

adv

Related News

post
post
post
post
post
post
post