• Home
  • News
  • વડોદરા કલેક્ટર કચેરી દ્વારા મહેસૂલી વિભાગના 52 અધિકારીઓ અને કર્મચારીઓની આંતરીક બદલીનો હુકમ
post

કલેકટર કચેરી દ્વારા આંતરીક બદલીના હુકમ થતાં કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 17:14:04

વડોદરા: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી થવા સાથે મહેકમની મુદત પૂર્ણ થતાં વડોદરા જિલ્લા કલેકટર કચેરી દ્વારા 52 કર્મચારીઓની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. કલેકટર કચેરી દ્વારા આંતરીક બદલીના હુકમ થતાં કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

કોણ ક્યાં મુકાયું
વડોદરા જિલ્લા કલેકટર કચેરી દ્વારા કરવામાં આવેલી બદલીઓમા જેમાં જે.એ. સાધુને નાયબ મામલતદાર ઝોન 2 પુરવઠા શાખા, એમ.વી. નીનામાને નાયબ મામલતદાર પ્રાંત કચેરી કરજણ, અર્જુનસિંહ ચૌહાણને સર્કલ ઓફિસર વડોદરા ગ્રામ્ય, કે.જે. નાયકને શિરસ્તેદાર પ્રાંત કચેરી, એમ.એમ. મલેકને નાયબ મામલતદાર ટ્રેઝરી, કે.કે. કારોલિયાને સર્કલ ઓફિસર સાવલી, દીપ ત્રિવેદીને નાયબ મામલતદાર ઇ ધરા કચેરી વડોદરા ગ્રામ્ય, કે.એસ. ભોઈને નાયબ મામલતદાર ખાસ જમીન સંપાદન અધિકારી એકમ એકની કચેરી, એમ.કે. સિંનોલને નાયબ મામલતદાર પ્રાંત કચેરી, એન.જે. આલને પુરવઠા નિરીક્ષક, ચિરાગ ચૌહાણને નાયબ મામલતદાર ડભોઇ, સાગર પટેલને નાયબ મામલતદાર વડોદરા ઉત્તર, ડી.સી. મસાણીને નાયબ મામલતદાર વડોદરા પશ્ચિમ, બીએન પ્રજાપતિને પુરવઠા નિરીક્ષક કલેકટર કચેરી, એ.એ. પ્રજાપતિને પુરવઠા નિરીક્ષક, એસ.એ. રાઠોડને શિરસ્તેદાર, અનિરુદ્ધસિંહ ચાવડાને સર્કલ ઓફિસર વડોદરા દક્ષિણ, આર.એચ. હિંડોચાને નાયબ મામલતદાર એનફોર્સમેન્ટ, આર.એમ. પટેલને નાયબ મામલતદાર વહીવટ અને બી.પી. બારીયાને નાયબ મામલતદાર પુરવઠા કચેરી ખાતે મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત અન્ય 32 જેટલા અધિકારી મળી કુલ 52 કર્મચારીઓની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આંતરિક હુકમ મેળવનાર અધિકારીઓએ આગામી દિવસોમાં પોતાની નવી ફરજની જગ્યા પર હાજર થવા જણાવવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post