• Home
  • News
  • વડોદરામાં બેવડી હત્યાનું રહસ્ય અકબંધ:માતાએ દીકરીઓના નવા ડ્રેસ અને વાસણો ગરીબ મહિલાઓને આપી દીધા હતા, પોલીસે હત્યારીના મિત્રની શોધખોળ શરૂ કરી
post

દક્ષા ચૌહાણ પાસેથી મળેલી સુસાઇડ નોટ મુજબ અને પોલીસના જણાવ્યા પ્રમાણે દક્ષા ચૌહાણે આર્થિક ભીંસના કારણે દીકરીઓની હત્યા કરીને પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-12 18:29:23

યુવાનીના ઉંબરે આવીને ઊભેલી બે દીકરીને મોતને ઘાટ ઉતારી આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કરનાર કઠણ કાળજાની નિર્દયી માતાએ પોતાની બે દીકરીને કેમ મારી નાખી? આ સવાલ સાથેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. કહેવાય છે કે બે દીકરીને મોતને ઘાટ ઉતારવા માટે પહેલેથી જ આયોજન કરીને બેઠેલી માતાએ દીકરીઓના નવા ડ્રેસ અને કેટલાંક વાસણો વિસ્તારની કેટલીક ગરીબ મહિલાઓને આપી દીધા હતા. બીજી બાજુ, પોલીસે પણ બેવડા હત્યાકાંડના રહસ્ય પરથી પડદો ઊચકવા માટે હત્યારી મહિલાનો તેના મિત્ર સાથે વાઇરલ થયેલા ફોટાના આધારે મિત્રની શોધખોળ હાથ ધરી છે.

સોમવારે ખૂની ખેલ ખેલાયો
ઉલ્લેખનીય છે કે કારેલીબાગ પ્રેરણા બંગલોની સામે આવેલી અક્ષતા કો. હાઉસિંગ સોસાયટીમાં મકાન નંબર બી-66માં 20 દિવસ પહેલાં જ માસિક રૂપિયા 10 હજારના ભાડાએ મકાન રાખીને બે દીકરી હની અને શાલિની સાથે રહેવા માટે દક્ષા ચૌહાણ આવી હતી. સોમવારે બપોરથી મંગળવારની વહેલી સવાર સુધીમાં બે દીકરીને છોલે-પૂરીમાં ઝેર આપીને અને ગળું દબાવીને ખૂની ખેલ ખેલ્યો હતો.

કોઈ ઓળખતું નથી
સોમવારે વહેલી સવારે આ ઘટનાના બહાર આવેલા સમાચારે અક્ષતા સોસાયટી સહિત સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી મૂકી હતી. આજે પણ અક્ષતા સોસાયટીમાં બેવડી હત્યાકાંડને લઈ સન્નાટો છવાયો હતો. સોસાયટીના લોકો એક જ જવાબ આપી રહ્યા છે કે અમે ઓળખતા નથી. જોકે સ્વાભાવિક છે કે મા-દીકરીઓ 20 દિવસ પહેલાં જ રહેવા આવ્યાં હોવાથી કોઈના પરિચયમાં નહોતાં અને સોસાયટીના રહીશો પણ તેમના પરિચયમાં આવ્યા ન હતા.

પૂર્વઆયોજન
જોકે સોસાયટી વિસ્તારમાંથી એવી માહિતી મળી છે કે બે દીકરીને મોતને ઘાટ ઉતારનાર દક્ષા ચૌહાણ રહેવા આવ્યાં બાદ તેણે પોતાની બંને દીકરીના નવા ડ્રેસ તેમજ કેટલાંક વાસણો વિસ્તારમાં રોજ આવતી ગરીબ મહિલાઓને આપી દીધા હતા, જે ઉપરથી સ્પષ્ટ થાય છે કે દક્ષા ચૌહાણે દીકરીઓની હત્યા કરવા માટે પૂર્વઆયોજન મુજબ જ અક્ષતા સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું.

ખૂની ખેલ ખેલવા મકાન ભાડે રાખ્યું
દક્ષા ચૌહાણ પાસેથી મળેલી સુસાઇડ નોટ મુજબ અને પોલીસના જણાવ્યા પ્રમાણે દક્ષા ચૌહાણે આર્થિક ભીંસના કારણે દીકરીઓની હત્યા કરીને પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આ્યું છે. ત્યારે સવાલ એ પણ ઊભો થયો છે કે જો દક્ષા ચૌહાણની આર્થિક સ્થિતિ સારી ન હતી તો શા માટે તેણે કારેલીબાગ જેવા પોશ વિસ્તારમાં માસિક રૂપિયા 10 હજારના ભાડાનું મકાન લીધું હતું. આ પરથી પણ સ્પષ્ટ થાય છે કે દક્ષા ચૌહાણ પોતાની દીકરીઓની હત્યા કરવા માટેનું આયોજન છેલ્લા ઘણા દિવસથી કરી રહી હતી.

મિત્ર મળ્યા બાદ વિગતો આવશે
આ ઘટના બાદ દક્ષા ચૌહાણનો તેના મિત્ર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ફોટો પોલીસ પાસે પણ આવ્યો છે. પોલીસ આ ઘટના પરથી પડદો ઊંચકવા માટે દક્ષા ચૌહાણના મિત્રની શોધખોળ કરી રહી છે. દક્ષા ચૌહાણનો મિત્ર પોલીસના હાથ લાગ્યા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાને નકારી શકાય એમ નથી.

હત્યારણની પૂછપરછ કરાશે
સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી મૂકનાર આ ઘટનાની સત્ય હકીકત બહાર લાવવા માટે કારેલીબાગ પીઆઇ સી.આર. જાદવ, ડીસીપી પન્ના મોમાયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફની મદદ લઈ વિવિધ દિશામાં તપાસ કરી રહ્યા છે. પોલીસ બે દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ આપઘાતનો પ્રયાસ કરનાર માતા દક્ષા ચૌહાણની હોસ્પિટલમાં જઈ પૂછપરછ કરે એવી શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post