• Home
  • News
  • ભરતી થતાં પહેલાં જ ટેટ-1, 2ના પરિણામની માન્યતા પૂરી થઇ જશે, ઓક્ટોબર-2015માં ઉતિર્ણ થનાર ઉમેદવારની ભરતી થઈ નથી
post

5 વર્ષની માન્યતામાં માંડ 2 મહિના બાકી, ફરી પરીક્ષા આપવી પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 11:22:01

અમદાવાદ: રાજ્યમાં પ્રાથમિક શિક્ષક તરીકે ભરતી થવા માટે ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા લેવામાં ઓગસ્ટ-2015માં લેવાઇ હતી. આ પરીક્ષાનું પરિણામ ઓકટોબર-2015માં જાહેર થતા તેમાં ઉર્તીણ થનાર ઉમેદવારો ભરતી માટે લાયક હતા. આ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ તે પહેલા જ ટેટમાં ઉર્તીણ થનાર ઉમેદવારોના પરિણામની પાંચ વર્ષની અવધિ પુરી થઇ જતા તેમને પરીક્ષામાં પાસ થયા હોવા છતા ભરતીનો લાભ મળે નહીં તેવી સ્થિતિ સર્જાશે.

પ્રાથમિક શિક્ષક બનવા માટે વર્ષ 2015માં લેવાયેલી ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાનું પરિણામ ઓકટોબર-2015માં જાહેર થયું હતું. પરીક્ષાના નિયમ પ્રમાણે જાહેર કરાયેલું પરિણામ 5 વર્ષ સુધી માન્ય ગણાય છે અને 5 વર્ષ દરમિયાન પ્રાથમિક શિક્ષકની ભરતી થાય તો તે પરિણામના આધારે ઉમેદવાર ભરતી થઇ શકે છે. જે ઉમેદવારો ઓકટોબર-2015માં પાસ થયા તેવા ઉમેદવારોના પરિણામની અવધિ તા. 19 ઓકટોબર,2020માં પુરી થાય છે.

આ અવધિ આડે હવે માત્ર બે મહિનો બાકી છે. આવા સંજોગોમાં જો તાત્કાલિક ભરતી હાથ નહીં ધરાય તો 20 હજાર જેટલા ઉમેદવારો ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા પાસ કરી હોવાછતા ભરતીમાં ભાગ લઇ શકશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post