• Home
  • News
  • ભાજપના નેતાઓએ કરોડોની ઓફર આપ્યાનો વાંસદાના ધારાસભ્યનો આક્ષેપ
post

પારડીમાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોએ રોકાણ કરી ભાજપ પર પ્રહારો કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 11:39:18

વાપી: રાજય સભાની ચૂંટણી પૂર્વે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો વલસાડ જિલ્લાના પારડી હાઇવેના એક ફાર્મમાં મંગળવારે આવી પહોંચ્યા હતાં. જયાં વાંસદાના ધારાસભ્યએ  ભાજપ સરકાર અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપો કર્યા હતાં.

પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આક્ષેપો
મિડિયા સમક્ષ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણી સમયે રમત રમે છે.  કોંગ્રેસના ધારાસભ્યોને ભરમાવી નાખે છે. છુટા છુટા ધારાસભ્યો હોય તો તેને વ્યક્તિગત ફોન કરીને સંપર્ક કરે છે. અને કરોડોની ઓફર આપે છે. જેથી ધારાસભ્યો અલગ અલગ હોય એના કરતાં સાથે હોય તો ભાજના નેતાઓ કોઇને ફોન કરે તો તરત એક-બીજા વાત કરી સામો જવાબ આપી શકાય. કોંગ્રેસના ધારાસભ્યોમાં  વ્યારાના ધારાસભ્ય પુનજી ગામિત, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, નાંદોળના ધારાસભ્ય પી ડી વસાવા, દાહોદના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા આ પત્રકાર પરિષદમાં હાજર રહી ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતાં.

વલસાડ જિલ્લામાં એક માત્ર કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ તાજેતરમાં રાજીનામુ આપ્યુ છે. જેથી વલસાડ જિલ્લામાં કોંગ્રેસ પાસે એક પણ બેઠક હાલ નથી. જો કે કપરાડાના ધારાસભ્યના રાજીનામા પાછળ કોંગ્રેસના નેતાઓના હાથ હોવાનું ખુદ કોંગ્રેસના કાર્યકરો જણાવી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post