• Home
  • News
  • ભારતના સૌથી ઉંમરલાયક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું 100 વર્ષની વયે નિધન, તેઓ 40ના દાયકામાં 9 મેચ રમ્યા હતા
post

વસંત રાયજીએ 1939માં ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિય માટે ડેબ્યૂ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 12:00:50

ભારતના સૌથી ઉંમરલાયક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું શનિવારે વહેલી સવારે મુંબઇમાં નિધન થયું હતું. તે 100 વર્ષના હતા. તેમના જમાઈ સુદર્શન નાણાવટીએ મોતની પુષ્ટિ કરી છે. તેમના અંતિમ સંસ્કાર દક્ષિણ મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં થશે.

જમણા હાથના બેટ્સમેને 40ના દાયકામાં 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ સમય દરમિયાન તેમણે 277 રન બનાવ્યા હતા અને શ્રેષ્ઠ સ્કોર 68 હતો. તેમણે 1939માં ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે બે વર્ષ પછી મુંબઇ માટે પ્રથમ મેચ રમી. ત્યારે તેઓ વિજય મર્ચન્ટની કપ્તાનીમાં વેસ્ટર્ન ઇન્ડિયા સામે રમ્યા હતા.

રાયજી ક્રિકેટ ઇતિહાસકાર હોવા ઉપરાંત વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હતા. તેઓ 13 વર્ષના હતા ત્યારે ભારતે પોતાની પહેલી ટેસ્ટ બોમ્બે જિમખાનામાં રમી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં સચિન તેંડુલકર અને સ્ટીવ વો તેમનો 100મો જન્મદિવસ ઉજવવા માટે તેમના ઘરે ગયા હતા.