• Home
  • News
  • જામનગરના વસ્તાભાઇ 37000 મણ ઘઉંનું દાન કરશે, અન્નદાનયજ્ઞ શરૂ!
post

પોતાની સમર્પણ હોસ્પિટલને 27 વર્ષ પુરા થતા નિર્ણય, શરૂ કર્યો અવિરત સેવાયજ્ઞ !

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 10:53:28

જામનગર: જામનગરમાં રહેતા વસ્તાભાઇ કેશવાલાએ લોકડાઉન શરુ થયુ એ પહેલાં જ 27000 મણ ઘઉંનું દાન કરવાનો નિર્ણય કરીને એ કાર્ય શરું પણ કરી દીધું હતું અને લોકડાઉન લોકડાઉન દરમિયાન જ તેમણે આટલું અન્નદાન સેંકડો પરિવારોને કરી પણ દીધુ હતુ. આમ છતા,તેમનો આ સેવા યજ્ઞ હજુ ચાલી રહ્યો છે અને આગામી 30 જૂન સુધીમાં તેઓ હજુ 10000 મણ ઘઉંનું વિતરણ કરશે.

ઘઉં વિતરણનો મહાયજ્ઞ આરંભ

જામનગરમાં દ્વારકા હાઇવે પર આવેલી સમર્પણ હાર્ટ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં પણ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વસ્તાભાઇ કેશવાલા સેવા આપી રહ્યા છે. આ હોસ્પિટલને 27 વર્ષ પુરા થતા હોવાથી વસ્તાભાઇએ 25 કે 30 જેવાં રાઉન્ડ ફીગરના બદલે 27નો આંકડો પસંદ કર્યો અને 27 હજાર મણ ઘઉં વિતરણનો મહાયજ્ઞ આરંભી દીધો છે. અલબત્ત, એટલું અન્નદાન થઇ ગયા પછી વધુ 10 હજાર મણ ઘઉં આપવાનું તેમણે નક્કી કર્યું અને સેવાકાર્યનો સિલસિલો અવિરત જ રહ્યો. વસ્તાભાઇ કહે છે કે, દરેક ભાણામાં આપણી એક રોટલી તો હોવી જ જોઈએ.

વસ્તાભાઇ દ્વારા શરુ કરાયેલી આ સેવા પ્રવૃત્તિના ભાગરુપે રોજેરોજ સમર્પણ હોસ્પિટલથી ઘઉંનો જથ્થો ભરીને ટ્રેકટરો નીકળી પડે છે અને જરુરિયાતમંદો સુધી અનાજ પહોંચાડે છે. જામનગરથી ખંભાળિયા, ભાણવડ, કાલાવડ અને જોડીયા સુધીના ગામોમાં પછી હવે, પોરબંદર અને જુનાગઢ સુધીના ગામોમાં પણ અન્નદાનની આ સેવાપ્રવૃત્તિનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. પોરબંદર અને જુનાગઢ સુધીના ગામડાં અંદાજે 316 થાય છે, ગામોની જનસંખ્યાને ધ્યાનમાં રાખીને ગામદીઠ 500થી 1000 કિલો અનાજ અપાઈ રહ્યું છે. વિધવા, અપંગ, અનાથ, બેસહારા વૃદ્ધો કે અસાધ્ય રોગીઓને આમાં અગ્રતા આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post