• Home
  • News
  • રિશી કપૂરનું મુંબઈની હોસ્પિટલમાં નિધન, અમિતાભ બચ્ચન બોલ્યા- હું તૂટી ગયો
post

ગઈકાલે ઈરફાન ખાન અને આજે રિશી કપૂરના નિધનથી બોલિવુડને બીજો મોટો ઝટકો લાગ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 09:53:39

મુંબઈ: સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરને બુધવાર રાત્રે મુંબઈના એચએન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન 67 વર્ષની વયે અવસાન થયું છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને આ માહિતી આપી. આ પહેલાં રિશી કપૂરના ભાઈ રણધીરકપૂરે જણાવ્યું હતું કે ઋષિની તબિયત ખરાબ છે. હોસ્પિટલમાં પત્ની નીતૂ સિંહ કપૂર તેમની સાથે છે. ઋષિ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાથી ભારત પરત આવ્યા હતા. ત્યાં આશરે એક વર્ષ સુધી કેન્સરની સારવાર ચાલી હતી.