• Home
  • News
  • VIDEO : મેચ જીતવા કીરોન પોલાર્ડનું શરમજનક કૃત્ય, ફાફ ડુ પ્લેસિસ ભડક્યો, વીડિયો વાયરલ
post

જોબર્ગ સુપર કિંગ્સે ડકવર્થ લુઈસ મેથડ દ્વારા 8 ઓવરમાં 98 રનનો ટાર્ગેટ મેળવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-30 16:04:23

સાઉથ આફ્રિકા 20 લીગમાં ગઈકાલે MI કેપ ટાઉન અને જોબર્ગ સુપર કિંગ્સ વચ્ચે એક અદ્ભુત મેચ જોવા મળી હતી. એક સમયે મેચનું પરિણામ લગભગ અશક્ય લાગતું હતું. જોબર્ગ સુપર કિંગ્સે ડકવર્થ લુઈસ મેથડ દ્વારા વરસાદથી પ્રભાવિત મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની હરીફાઈ તો દરેકે જોઈ હશે, પરંતુ સાઉથ આફ્રિકા 20 લીગમાં પણ આ બંને ટીમોની સિસ્ટર ફ્રેન્ચાઈઝી ટીમો વચ્ચે જબરદસ્ત હરીફાઈ જોવા મળી હતી. MI કેપટાઉને 8 ઓવરમાં 3 વિકેટના નુકસાને 80 રન બનાવ્યા હતા, વરસાદને કારણે મેચ અધવચ્ચે અટકાવવી પડી હતી. આ મેચ જીતવા માટે MI કેપ ટાઉનના કેપ્ટન કીરોન પોલાર્ડે કંઈક એવું કર્યું જેનાથી જોબર્ગ સુપર કિંગ્સનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ભડકી ગયો હતો.

JSCને મળ્યો 8 ઓવરમાં 98 રનનો ટાર્ગેટ

જોબર્ગ સુપર કિંગ્સે ડકવર્થ લુઈસ મેથડ દ્વારા 8 ઓવરમાં 98 રનનો ટાર્ગેટ મેળવ્યો હતો. ફાફ ડુપ્લેસીસ અને લીસ ડુપ્લોયે મળીને માત્ર 5.4 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ડુપ્લોયે 14 બોલમાં 41 રન જ્યારે ડુ પ્લેસિસે 20 બોલમાં 50 રન બનાવ્યા હતા. જે રીતે બંનેની બેટિંગ હતી તે જોઈને એવું લાગી રહ્યું હતું કે જો 20 ઓવરની મેચ હોત તો બંનેએ 20 ઓવરમાં 300 રન બનાવ્યા હોત. જોબર્ગ સુપર કિંગ્સની બેટિંગ દરમિયાન પણ વરસાદ શરૂ થયો અને પોલાર્ડે મેચમાં વિલંબ કરવા માટે શરમજનક કૃત્ય કર્યું હતું.


મેચમાં વિલંબ કરવા પોલાર્ડે કર્યું આવું કૃત્ય

T20 મેચના પરિણામ માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 5 ઓવર રમવાની હોય છે. જોબર્ગ સુપર કિંગ્સની ઇનિંગ્સની ત્રીજી ઓવર હમણાં પૂરી જ થઈ હતી અને કાગિસો રબાડા આગલી ઓવર નાખવા આવ્યો ત્યાં સુધીમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. મેચમાં વિલંબ કરવા માટે, બોલ ફેંકે તે પહેલા રબાડાને પોલાર્ડે બોલાવ્યો અને તે બોલ ફેંકી શક્યો નહીં. ફાફ ડુ પ્લેસિસ આને લઈને ખૂબ જ નારાજ દેખાયો હતો. તે સમયે જોબર્ગ સુપર કિંગ્સને જીતવા માટે 30 બોલમાં માત્ર 41 રનની જરૂર હતી. જોબર્ગ સુપર કિંગ્સે માત્ર 3 ઓવરમાં 57 રન બનાવી દીધા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post