• Home
  • News
  • ખેડામાં દારૂની મહેફિલ વચ્ચે ત્રણ પીઆઈની મારામારીનો વીડિયો વાયરલ, તપાસના આદેશ
post

અહેવાલો અનુસાર, હાલ હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-24 20:24:39

ખેડામાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટરનો સિગરેટ અને દારૂની મહેફિલ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ ખેડાના એસપી રાજેશ ગઠિયાએ નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પીઆઈની તાત્કાલિક ધોરણે બદલી કરીને તપાસના આદેશ આપ્યો હતો. 

ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પાંચ લોકોએ દારૂની મહેફિલ માણી

16 સેકન્ડના આ વીડિયોમાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પાંચ લોકો જોવા મળી રહ્યા છે, જેમા તેઓ દારૂની મહેફિલ વચ્ચે મારામારી કરતા જોવા મળે છે. અહેવાલો અનુસાર, વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ જોવા મળી રહ્યા છે તે લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ તથા યશવંત આર. ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર છે. આ મામલે ખેડાના એસપી રાજેશ ગઠિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ નડિયાદના ડીએસપી વિમલ વાજપેયીને સોંપવામાં આવી હતી.

ત્રણેય પી.આઈ.ની બદલી કરવામાં આવી

અહેવાલો અનુસાર, હાલ હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે, યશવંત આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post