• Home
  • News
  • મને ફસાવવા કેટલાક અધિકારીઓ કામ કરતા હતા, લીનુ સિંઘના અન્ય વ્યક્તિઓ સાથે પણ સંબંધ હતા: ગૌરવ દહિયા
post

ગૌરવ દહિયાએ વીડિયો દ્વારા લીનુ સિંઘ તેમજ તેના સાથીદારો સામે આક્ષેપો કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 11:33:28

ગાંધીનગર: સસ્પેન્ડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા હવે સામે આવ્યા છે. લીનુ સિંઘે તેમને અધિકારીના દોરી સંચારથી ફસાવવા માટે પ્રયાસ કર્યા હતા અને હવે તે સામે આવી ગયું છે. આ અંગે ગૌરવ દહિયા એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં આ બાબતનો ખુલાસો કર્યો છે. ગુજરાત સરકારના IAS અધિકારીની કથિત પ્રેમ પ્રકરણ અને સનસનાટી મચાવતા આક્ષેપ વચ્ચે ગૌરવ દહિયા સામે ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટ દ્વારા લીનુ સિંઘ તેમને ખોટી રીતે ફસાવવા માંગતી હતી, તેવું સામે આવતા હવે ગૌરવ દહિયા સામે આવ્યા અને કહ્યું કે, મને સરકાર પર વિશ્વાસ છે. લીનુ સિંઘના પહેલાથી જ કુલદીપ દિનકર નામના વ્યક્તિ સાથે લગ્ન થયા છે અને તે સિવાય પણ તેના અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ હતા. 

શું છે સમગ્ર મામલો
ગત વર્ષે  દિલ્હીની મહિલા લીનુ સિંઘે સ્થાનિક વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે આરોગ્ય વિભાગના તત્કાલીન કમિશનર ગૌરવ દહિયા સામે અરજી કરી હતી. લીનુ સિંઘે તેમાં જણાવ્યું હતું કે, દહિયા પરણિત હોવા છતાં તેમણે તેને બીજા લગ્ન કરવા દબાણ કરી છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, એક દિવસ અધિકારીએ સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તેના બિભત્સ ફોટા-વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું. જે બાદ 2018માં લગ્ન કર્યા હતા. 

ફેસબુકના માધ્યમથી 2017માં IAS દિલ્હીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા
લીનુસિંઘ સામે ગૌરવ દહિયાએ પણ મહિલા સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી કરી જણાવ્યું હતું કે, આ મહિલાએ તેમને પોતાનો પરિવારને છોડીને સાથે રહેવા દબાણ કર્યું હતું અને આમ ન કરું તો મને સમાજ અને કામના સ્થળે બદનામ કરવાની ધમકી આપતી હતી. તેઓ ફેસબુકના માધ્યમથી 2017માં દિલ્હીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હી જવાનું હતું ત્યારે મહિલા સાથે મુલાકાત થઈ હતી. 

મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરી IASને પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લેવડાવ્યા હતા
દિલ્હીની એક હોટલમાં મુલાકાત દરમિયાન પોતે પરિણિત હોવાનું કહેવા છતા મહિલાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મદદ પણ કરી, પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેઈલ કરીને નાણાં પડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા. ગૌરવ દહિયાના આક્ષેપ અનુસાર, બન્ને વચ્ચે દિલ્હીમાં 2018માં રૂબરૂ પ્રથમ મુલાકાત થઈ અને એકબીજાની સમજૂતીથી સંબંધ બાંધ્યા હતા. લીનુસિંઘે ગૌરવ દહિયાને દિલ્હીના પોશ વિસ્તારમાં ઘર લેવા દબાણ કર્યું હતું અને તેની માંગણીને વશ થઈ ગૌરવે ઘર પણ લઈ આપ્યું હતું. ત્યારબાદ ગૌરવ દહિયાને IAS પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post