• Home
  • News
  • પેટાચૂંટણી:અબડાસા બેઠકમાં એકવાર ચૂંટાયેલા ધારાસભ્ય ફરી ચૂંટાતા જ નથી, કૉંગ્રેસના ત્રણ પૂર્વ MLA તો ભાજપમાં જ જોડાઈ ગયા
post

ભાજપે ફરી એકવાર પ્રદ્યુમનસિંહને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે ત્યારે અબડાસાની જનતાનો મિજાજ જ હવે પરિણામ નક્કી કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 10:41:38

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી આવી રહી છે. આ બેઠકોમાં કોંગ્રેસને તો નવા આઠ ઉમેદવાર શોધવા પડશે, પરંતુ આઠ પૈકીની કચ્છની અબડાસા બેઠકનો ઇતિહાસ રોમાંચક છે. આ બેઠક પર જે ઉમેદવાર એકવાર ચૂંટાય છે તે બીજીવાર ચૂંટાતો જ નથી. અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહને ભાજપ ટિકિટ આપતાં તેઓ બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અબડાસાની જનતાનો મિજાજ હવે કેવો રહેશે એ મહત્ત્વનું છે.

1957
થી 1990 સુધીની ચૂંટણીઓમાં આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે ગઢ સમાન
1962
માં કચ્છમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 1957થી 1990 સુધીની ચૂંટણીઓમાં આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે ગઢ સમાન હતી. 1990માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તારાચંદ છેડા કોંગ્રેસનાં નિમાબેન આચાર્યની સામે ચૂંટણી જીત્યા હતાં, પરંતુ 1995માં નિમાબેન આચાર્યએ ફરીથી આ બેઠક પર ઉમેદવારી કરીને ભાજપના તારાચંદ છેડાને હરાવ્યાં હતાં.

ભાજપે 2007ની ચૂંટણીમાં જયંતી ભાનુશાલીને ટિકિટ આપી હતી
1989
ની ચૂંટણીમાં કોંગ્રેસના ઇબ્રાહિમ અને 2002માં ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા આ બેઠક જીત્યા હતા. આ સમય પછી કોંગ્રેસનાં નિમાબેન આચાર્ય પક્ષપલટો કરીને ભાજપમાં ગયા હતા અને નરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં ગયા હતા. ભાજપે 2007ની ચૂંટણીમાં જ્યંતી ભાનુશાલીને ટિકિટ આપી હતી અને તેઓ નરેન્દ્રસિંહ જાડેજાને હરાવી વિધાનસભામાં આવ્યા હતા. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છબીલ પટેલ ચૂંટણી જીત્યા હતા. તેમણે ભાજપના જ્યંતી ભાનુશાલીને હરાવ્યા હતા.

જોકે છબીલ પટેલ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. પેટાચૂંટણીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને હરાવ્યા હતા. 2017માં પણ ભાજપે છબીલ પટેલને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ભાજપમાં જોડાયા છે અને પેટાચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી છે, પરંતુ ઇતિહાસ જોતાં એકના એક ઉમેદવાર આ બેઠક પર ચૂંટણી જીતતા નથી છતાં ભાજપે આ બેઠક પર પ્રદ્યુમનસિંહને જ ટિકિટ આપી છે. આ એવી બેઠક છે કે જેમાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યો નિમાબેન આચાર્ય, છબીલ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલટો કર્યો છે અને ભાજપમાં જોડાયેલા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post