• Home
  • News
  • સરકારી ભરતીઓ મામલે વિજય રૂપાણી બેઠક યોજશે, બેઠકમાં આંદોલનકારી નેતાઓનો સમાવેશ કરાશે
post

કોરોનાના કારણે ભરતી પ્રક્રિયા અટવાતાં રોષ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 09:23:25

અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણના પગલે રોકી દેવાયેલી સરકારી ભરતીઓ શરૂ નહીં કરાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને આંદોલનકારી નેતાઓ વચ્ચે એકાદ બે દિવસમાં બેઠક યોજાય તેવી શક્યતા છે.

વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગત અઠવાડીયે મળેલી ભરતી સમિતિઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાઈ હતી જેમાં પરીક્ષા યોજાઇ ગઇ હોય અને પરિણામ બાકી હોય તેમજ પરિણામ જાહેર થયા હોય પણ નિમણૂંકપત્રો આપવાના બાકી હોય તેવી પ્રક્રિયા શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરાઇ હતી.

જોકે, શાળા કોલેજો બંધ હોવાથી નવી ભરતી કે રોકાયેલી પરીક્ષાના આયોજન અંગે હાલ કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા નથી. ઉમેદવારો વતી દિનેશ બાંભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ CMને પત્ર લખીને રોકાયેલી ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત કરાઇ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post