• Home
  • News
  • વિરાટ કોહલી ઈન્દોર ટેસ્ટમાં મેળવી શકે છે આ સિદ્ધિ, દ્રવિડ બાદ બનશે બીજો ભારતીય
post

ક્રિકેટ ફેન્સને કોહલી પાસે મોટી ઈનિંગની ઉમ્મીદ

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-28 19:41:16

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં આવતીકાલથી શરુ થશે. ઈન્દોર ટેસ્ટ મેચમાં ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર ફેન્સની નજર રહેશે. ક્રિકેટ ફેન્સને વિરાટના સારા પ્રદર્શનની ઉમ્મીદ છે. ઈન્દોર ટેસ્ટમાં વિરાટ કોહલી ટેસ્ટમાં મેળવી શકે છે એવી સિદ્ધિ કે તે દ્રવિડ બાદ બીજો ભારતીય બનશે.

વિરાટ કોહલીને સિદ્ધિ મેળવવા એક કેચની જરુર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં શરુ થશે. આ મેચમાં વિરાટ કોહલી એક કેચ પકડતા જ તેના આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 300 કેચની સિદ્ધિ મેળવશે. હાલ વિરાટ કોહલી 492 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 299 કેચ છે. વિરાટ પહેલા માત્ર 6 ખેલાડી એવા છે જેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 300 કેચ પકડ્યા છે. આ લીસ્ટમાં ભારતના રાહુલ દ્રવિડે આ ઉપલ્બધી મેળવી છે. રાહુલ દ્રવિડના 334 આંતરરાષ્ટ્રીય કેચ છે. આ મામલે શ્રીલંકાના મહેલા જયવર્ધને ટોપ પર છે જેણે 440 આંતરરાષ્ટ્રીય કેચ કર્યા છે.

સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ કરનાર ક્રિકેટર

1. મહેલા જયવર્ધને (શ્રીલંકા)- 652 મેચ, 440 કેચ

2. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)- 560 મેચ, 364 કેચ

3. રોસ ટેલર (ન્યૂઝીલેંડ)- 450 મેચ, 351 કેચ

4. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા)- 519 મેચ, 338 કેચ

5. રાહુલ દ્રવિડ (ઇન્ડિયા)- 509 મેચ, 334 કેચ

6. સ્ટીફન ફ્લેમિંગ (ન્યૂઝીલેન્ડ)- 396 મેચ, 306 કેચ

7. વિરાટ કોહલી (ઇન્ડિયા)- 492 મેચ, 299 કેચ

ઈન્દોરમાં વિરાટે બેવડી સદી ફટકારી હતી

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં વિરાટનું પ્રદર્શન ખુબ સારું છે. વર્ષ 2016માં ન્યૂઝીલેંડ સામેની ટેસ્ટ મેચમાં કોહલીએ શાનદાર 211 રન બનાવ્યા હતા. આ પછી વર્ષ 2019માં બાંગ્લાદેશ સામે આ મેદાન પર ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી રમ્યો હતો. જો કે આ મેચમાં ખાતું ખોલી શક્યો ન હતો.

ફેન્સને કોહલીથી મોટી ઈનિંગની ઉમ્મીદ

વિરાટ કોહલીનું બેટ હાલ ટેસ્ટ ક્રિકેટમાં શાંત છે. વિરાટે નવેમ્બર 2019 પછી ટેસ્ટમાં એક પણ સદી ફટકારી નથી. વિરાટના ફેન્સ ત્રણ વર્ષથી વધુ સમયથી તેની ટેસ્ટ સદીની રાહ જોઈ રહ્યા છે. બાંગ્લાદેશની સામે ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ વિરાટે 22 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 26.13ની સરેરાશથી 993 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 79 રન હતો. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની એવરેજ એક સમયે 50થી ઉપર હતી પરંતુ હવે તે ઘણી નીચે આવી ગઈ છે. ઈન્દોર ટેસ્ટ મેચમાં ફેન્સને કોહલીથી મોટી ઈનિંગની ઉમ્મીદ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post