• Home
  • News
  • કોહલીએ 51 વર્ષ જૂનો મંસૂર અલી ખાન પટૌડીનો તોડી નાંખ્યો રેકોર્ડ, ધોની પણ પાછળ
post

પટૌડીએ ઑસ્ટ્રેલિયાની સામે 829 રન બનાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 12:17:10

ભારતીય કેપ્ટન (Indian Captain) વિરાટ કોહલી (Virat Kohli)એ ઑસ્ટ્રેલિયા (Australia)ની સામે એડિલેડ ટેસ્ટ (Adelaide Test)ની પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારતા ચૂકી ગયો પરંતુ આ દરમ્યાન તેણે મંસૂલ અલી ખાન પટૌડી (Mansur Ali Khan Pataudi) ની કેપ્ટનશીપનો 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો.

કોહલીએ ગુરૂવારના રોજ 74 રન બનાવી રન આઉટ થઇ ગયો હતો. તેની સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાની સામે કેપ્ટન તરીકે ટેસ્ટ મેચોમાં 851 રન બનાવ્યા છે. આ કોઇપણ ભારતીય કેપ્ટનની તરફથી બનાવેલા સૌથી વધુ રન છે. આની પહેલાં આ રેકોર્ડ મંસૂલ અલી ખાન પટૌડીના નામે હતો. પટૌડીએ ઑસ્ટ્રેલિયાની સામે 829 રન બનાવ્યા હતા. પટૌડીએ ઓસ્ટ્રેલિયા સામે 11 ટેસ્ટ મેચોમાં 43.63ની સરેરાશથી 829 રન બનાવ્યા. તેમાં એક સેન્ચુરી સામેલ હતી. તેઓ આ 11 ટેસ્ટ મેચ 1964 થી 1969ની વચ્ચે રમ્યા હતા.

તેની સાથે જ કોહલી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવાના ભારતીય કેપ્ટન પણ બની ગયા. તેણે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો. જેના નામે 813 રનનો રેકોર્ડ હતો.

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની પહેલી ટેસ્ટ મેચ ચાલુ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની પહેલી ટેસ્ટ મેચ એડિલેડ ઓવલ મેદાન પર રમાય રહી છે. પિંક બોલથી રમાઈ રહેલી આ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં આજે એટલે કે શુક્રવારે રમતના બીજા દિવસે મેચ ચાલુ છે. બીજા દિવસના પહેલા જ સેશનમાં ભારતની પહેલી ઇનિંગ્સમાં 244 રનમાં સમેટાઇ ગયું. યજમાન ટીમના પેસર મિશેલ સ્ટાર્કે 4 વિકેટ લીધી હતી અને પેટ કમિન્સે 3 વિકેટ લીધી હતી.